FII Picks: 1 વર્ષમાં 38% રિટર્ન આપશે આ ક્વોલિટી શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી કરો, કમાણી થશે

FII Stock Picks: માર્કેટ એક્સપર્ટ અંબરીશ બલિગાએ આગામી એક વર્ષની દ્રષ્ટિએ ક્વોલિટી શેર SBI Cards માં ખરીદીની સલાહ આપી છે. આ શેર આગામી નવરાત્રિ સુધી 37-38 ટકાનું જોરદાર રિટર્ન આપી શકે છે. 

FII Picks: 1 વર્ષમાં 38% રિટર્ન આપશે આ ક્વોલિટી શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી કરો, કમાણી થશે

FII Stock Picks: નવરાત્રિમાં જો તમે પણ દમદાર રિટર્નવાળો શેર શોધી રહ્યાં છો તો તમારા માટે સારી તક છે. ઝી બિઝનેસ પર માર્કેટ એક્સપર્ટ અંબરીશ બલિગાએ આગામી એક વર્ષની દ્રષ્ટિએ ક્વોલિટી શેર SBI Cards માં ખરીદીની સલાહ આપી છે. આ શેર આગામી નવરાત્રિ સુધી 37-38 ટકા સુધીનું જોરદાર રિટર્ન આપી શકે છે. 

SBI Cards: ₹1080 નો ટાર્ગેટ
માર્કેટ એક્સપર્ટ અંબરીશ બલિગાએ  SBI Cards ને પોતાના FII Picks (ફેસ્ટિવ ઈન્વેસ્ટમેન્ટ આઇડિયા) માં સામેલ કર્યો છે. એસબીઆઈ તેની પેરેન્ટ કંપની છે. આ ભારતની બીજી સૌથી મોટી ક્રેડિટ કાર્ડ જારી કરનારી કંપની છે. તેનું માર્કેટ શેર 18 ટકાની આસપાસ છે. કંપનીના રિસિએવલ્સ 30 ટકા વધ્યા છે. કંપનીના આશરે 62 ટકા એસેટ ઈન્ટરેસ્ટ બેયરિંગ છે. કોસ્ટ ટૂ ઇનકમ રેશ્યો સારો થઈ રહ્યો છે. 

आज मार्केट एक्सपर्ट अंबरीश बलिगा बताएंगे कौनसा खरीदें शेयर, क्या रखें टार्गेट्स?

देखिए निवेश की एक शानदार FII PICK इस वीडियो में...@AnilSinghvi_ @ambareeshbaliga #StocksToBuy #investments #Navratri2023 pic.twitter.com/nVpnOx6q3F

— Zee Business (@ZeeBusiness) October 23, 2023

એક્સપર્ટનું કહેવું છે કે કંપની આગામી બે વર્ષમાં નેટ કાર્ડ એડિશન આશરે 30 લાખ વાર્ષિક હશે. અંદાજિત NIMS આશરે 13 ટકા છે. જે ખુબ સારૂ છે. મેનેજમેન્ટ આગામી પાંચ વર્ષમાં ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન 25-30 ટકા CAGR થી વધશે. નામાકીય વર્ષ 2026 સુધી ડિજિટલ પેમેન્ટ રેવેન્યૂના 65 ટકા હશે. તેવામાં માર્જિન સારૂ હશે. 36ના અંદાજિત EPS પર ટાર્ગેટ 1080 છે. 

SBI Cards નો શેર છેલ્લા એક વર્ષમાં 7-8 ટકાના ઘટાડા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 2023માં અત્યાર સુધી સ્ટોકે આશરે 2 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. પરંતુ આ શેર પોતાના 52 વીક લોથી આશરે 13 ટકા રિકવર થઈ ચુક્યો છે. BSE પર  SBI Cards એ 30 જાન્યુઆરી 2023ના 690.90 પર 52 વીક લો બનાવ્યો હતો. શેરનો 52 વીક હાઈ 932.35 (13 જૂન 2023) છે. કંપનીનું માર્કેટ કેપ  73,641 કરોડ રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news