આ કર્મચારીઓના નહીં થાય પગાર કટ, નાણાં મંત્રાલયે જાણો શું કહ્યું...

નાણાં મંત્રાલય (Finance Ministry)એ સ્પષ્ટ કર્યું છે કે, કેન્દ્રિય કર્મચારીઓના પગાર (Salary)માં ઘટાડો કરવાની કોઈ યોજના નથી. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોથી, અફવા ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હતી કે, કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ઘટાડો કરી શકે છે.

આ કર્મચારીઓના નહીં થાય પગાર કટ, નાણાં મંત્રાલયે જાણો શું કહ્યું...

નવી દિલ્હી: નાણાં મંત્રાલય (Finance Ministry)એ સ્પષ્ટ કર્યું છે કે, કેન્દ્રિય કર્મચારીઓના પગાર (Salary)માં ઘટાડો કરવાની કોઈ યોજના નથી. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોથી, અફવા ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હતી કે, કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ઘટાડો કરી શકે છે. આ અંગે નાણાં મંત્રાલયે કહ્યું છે કે, કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કોઈ કાપ મુકવામાં આવશે નહીં. તેમને સંપૂર્ણ પગાર આપવામાં આવશે. આ વિશે ફેલાતા તમામ સમાચારો ખોટા અને પાયાવિહોણા છે.

નાણાં મંત્રાલયે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને કહ્યું કે, 'કેન્દ્ર સરકારના કોઈપણ વર્ગના કર્મચારીઓના હાલના પગારમાં કોઈ કપાત માટેની સરકારની પાસે કોઈ દરખાસ્ત નથી. મીડિયાના કેટલાક વર્ગના રિપોર્ટ ખોટા છે અને તેનો કોઈ આધાર નથી.

— Ministry of Finance #StayHome #StaySafe (@FinMinIndia) May 11, 2020

તેનાથી વિપરિત, કોમર્સ મિનિસ્ટ્રીએ લોકડાઉનમાં કંપનીઓને ભેટ આપી છે. મળતી માહિતી મુજબ જુદા જુદા રાજ્યોમાં સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં કંપનીઓના યુનિટ્સ માટે આ વર્ષે લીઝ રેટમાં વધારો કરવામાં આવશે નહીં. ઉપરાંત, આ કંપનીઓ ચાલુ ક્વાર્ટરના લીઝ રેટ 31 જુલાઈ સુધી ભરી શકે છે. તેના પર કોઈ વ્યાજ રહેશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news