Jio Phone 2નું આજે ફરી સેલ, નોંધ કરી લો સમય
આ ફોનમાં બ્લેકબેરી ફોનની જેમ જ ચાર નેવિગેશન આપવામાં આવ્યા છે
Trending Photos
મુંબઈ : લોન્ચ પછી આજે ચોથી વાર જિયોફોન 2નું વેચાણ થશે. આ વેચાણ ફ્લેશ સેલ મારફતે કંપનીની વેબસાઇટ પર કરવામાં આવશે. Jio Phone 2ની સૌથી મોટી ખુબી QWERTY કી-બોર્ડ, ડ્યુઅલ સિમ સપોર્ટ અને મોટી સ્ક્રીન છે. આ સેલમાં ફોનની ભારે ડિમાન્ડની સંભાવના છે. આવામાં યુઝર્સ વેબસાઇટને 12 વાગ્યા પહેલાં ચેક કરવાનું શરૂ કરી દેવાના છે.
નોંધનીય છે કે આ ફોનને યુઝર્સ જિયોની વેબસાઇટ પરથી ખરીદી શકે છે જેની કિંમત 2,999 રૂપિયા છે. 12 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી ફ્લેશ સેલ શરૂ થશે. ગયા વખતે કંપનીએ JioPhone પર ઓફર આપી હતી અને એની ઇફેક્ટિવ કિંમત 500 રૂ. હતી. જોકે આ વખતે કંપનીએ કોઈ ઓફર નથી આપી. આ ફોનમાં 512MB રેમ સાથે 4GBની ઇન્ટરનલ મેમોરી આપવામાં આવી છે. આમાં માઇક્રો એસડી કાર્ડનો પણ સપોર્ટ દેવામાં આવ્યો છે જેની મદદથી 128GB સુધી મેમરી વધારી શકાય છે.
આ ફોન સાથે યુઝર્સ ત્રણ ટેરિફ પ્લાનમાંથી એકની પસંદગી કરી શકે છે. આમાં 49 રૂ., 99 રૂ. અને 153 રૂ.ના પ્લાન પણ શામેલ છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઓર્ડર પછી 5થી 7 બિઝનેસ દિવસોમાં આ સ્માર્ટફોન ડિલિવર કરવામાં આવશે. આ ફોન સાથે એક્સચેન્જ ઓફર પણ છે. જુના ફિચર ફોનને એક્સચેન્જ કરીને 500 રૂ. આપીને JioPhone 2 ખરીદી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે