નીરજ ચોપડાનો ખુલાસો: એશિયન ગેમ્સમાં મેડલ જીતવા માટે કોનું હતું દબાણ

આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં એકપછી એક બે ગોલ્ડ મેડલ જીતનાર ભારતના જેવલિન થ્રો એથલીટ નીરજ ચોડડાએ કહ્યું કે જકાર્તામાં દેશના ધ્વજવાહક હોવાના કારણે તેના પર મેડલ જીતવા માટે વધારે દબાણ હતું. 

નીરજ ચોપડાનો ખુલાસો: એશિયન ગેમ્સમાં મેડલ જીતવા માટે કોનું હતું દબાણ

નવી દિલ્હી: આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં એકપછી એક બે ગોલ્ડ મેડલ જીતનાર ભારતના જેવલિન થ્રો એથલીટ નીરજ ચોડડાએ કહ્યું કે જકાર્તામાં દેશના ધ્વજવાહક હોવાના કારણે તેના પર મેડલ જીતવા માટે વધારે દબાણ હતું. નીરજને જકાર્તા એશિયન ગેમ્સમાં તેના 88.06 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રોની સાથે ગોલ્ડ મેડલ પર હક્ક જમાવ્યો હતો. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી તેણે ચેક ગણરાજ્યમાં આઇએએએફ કોંટિનેંટલ કપમાં ભાગ લીધો હતો.

નીરજે સ્વદેશ પરત ફર્યા પછી અહીંયા સ્પોર્ટ્સ એજેન્સી ડ્રીંક ગેટોરેજ કંપની દ્વારા આયોજીત સમ્માન સમારોહ દરમિયાન આઇએએનએસને કહ્યું હતું કે, ‘‘દરેક ખેલાડીઓનું સપનું હોય છે કે તેઓ દેશનું રાષ્ટ્રગીત વિદેશોમાં ગુંજે. મારૂ પણ સપનુ હતું અને આ સપનું ત્યારે પુરૂ થયું જ્યારે મેં ત્યાં આપણા દેશ માટે મેડલ જીત્યો. આ સાથેસાથે મેં એશિયન ગેમ્સમાં આપણા દેશનો ધ્વજવાહક હતો અને આ કારણે મારા ઉપર મેડલ જીતવાનું વધારે દબાણ હતું.’’

જેવલિન થ્રોમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી નીરજ
હરિયાણાના પાનીપત જિલ્લામાં રહતો નીરજ એશિયન ગેમ્સમાં જેવલિન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથલીટ છે. આ પહેલા ગુરતેજ સિંહએ 1982માં એશિયન ગેમ્સમાં ભારત માટે ઘણી સ્પર્ધામાં બ્રોન્સ મેડલ જીત્યા હતા.

પેશન અપાવે છે સફળતા
તેણે કહ્યું હતું કે, ‘‘જ્યારે એમે મેદાનમાં ઉતરીએ છે, ત્યારે અમને એવું લાગે છે કે અમે બીજી દુનિયામાં આવી ગયા છીએ. ટ્રેનિંગ તો દરેક ખેલાડી કરે છે. પરંતુ દરેકનો પોતાનો એક દિવસ હોય છે. આ બધી જ વાતો ઉપરાંત દેશ માટે મેડલ જીતવાનું પેશન પણ હોય છે અને આજ પેશન તમને સફળતા અપાવે છે.

20 વર્ષના યુવા એથલીટ એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ ઉપરાંત એશિયાઇ ચેમ્પિયનશિપ (2017), દક્ષિણ એશિયન ગેમ્સ (2016) અને વિશ્વ જૂનિયર ચેમ્પિયનશિપ (2016)માં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ચુક્યો છે.

અંજડ 16માં નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો
અત્યાર સુધીની પ્રવાસ વિષે પુછવા પર નીરજે કહ્યું હતું કે, ‘‘મેં 2011માં આ રમત રમવાનું શરૂ કહ્યું હતું અને તેના એક વર્ષ પછી મેં અંડર-16માં નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી મને રાષ્ટ્રીય કેંપ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે મેં વિતેલા દિવસોને યાદ કરું છું તો માત્ર એટલું જ વિચારું છું કે આજે હું જે પણ છું તેના વિષે મેં ક્યારે પણ વિચાર્યુ ન હતું.’’

15-16 કિ.મી. દુર જવું પડતું હતું ટ્રેનિંગ માટે
તેના કરિયરની શરૂઆતી પડકારોને યાદ કરી કહ્યું હતું કે, ‘‘’ગામમાં મેદાન ન હોવના કારણે ટ્રેનિંગ માટે મારે 15-16 કિ.મી. દુર જવું પડતું હતું. પરંતુ આ દરમિયાન મારા પરિવારજનોએ મને ઘણી મદદ કરી હતી. આ ઉપરાંત મને મારી જાત પર વિશ્વાસ હતો અને હું સાચા મનથી ટ્રેનિંગ કરતો હતો. આજે મારી આ ઇમાનદારીની મહેનતના કારણે હું અહીંયા છું.’

નીરજ ચેક ગણરાજ્યના ઓસ્ટ્રાવામાં થયેલા કોંટિનેંટલ કપમાં મેડલ જીતવાથી રહી ગયો હતો. ટૂર્નામેન્ટમાં તે પહેલા જ રાઉંડમાં બહાર થઇ ગયો અને કુલ છ સ્થાન પર રહ્યો હતો. કોંટિનેંટલ કપ વિષે તેણે કહ્યું હતું કે, ‘‘નવા નિયમો હોવાના કારણે તેમા સારો મુકાબલો જોવા મળ્યો હતો. આ મનની રમત છે પરંતુ મને કંઈક નવું શીખવા મળ્યું છે’’

આ ભૂલ થઇ હતી, સુધારો કરીશ
તેણે કહ્યું હતું કે, ‘‘પહેલા બે પ્રયાસમાં મેં 80-79 મીટરનો થ્રો કર્યો હતો અને ત્રીજા પ્રયાસમાં 85 મીટરનો થ્રો કર્યો હતો. પરંતુ ત્રીજો થ્રો ફાઉલ થઇ ગયો હતો. આ કારણે હું તે ચૂકી ગયો. જોકે મારી આ ભૂલથી મને શીખવા મળ્યું છે અને આગળ તેનો સુધારો કરીશ.’’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news