વિશ્વના ટોપ ધનીકોમાં સામેલ માઇક્રોસોફ્ટના ફાઉન્ડરનું થયું નિધન, ફૂટબોલનો હતો શોખ

દુનિયાની પ્રસિદ્ધ સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક પોલ એલનનું 65 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કેંસર જેવા ગંભીર રોગના દર્દી હતા.   

Updated By: Oct 16, 2018, 03:40 PM IST
વિશ્વના ટોપ ધનીકોમાં સામેલ માઇક્રોસોફ્ટના ફાઉન્ડરનું થયું નિધન, ફૂટબોલનો હતો શોખ
બાળપણના મિત્ર બિલ ગેટ્સ સાથે પોલ એલન (ફાઇલ-તસવીર)

નવી દિલ્હી: વિશ્વની દિગ્ગજ સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપર અને બિલ ગેટ્સના બાળપણના મિત્ર પોલ એલના 65 વર્ષે નિધન થયું છે, તે કેંસરના દર્દી હતા. એલનનું સોફ્ટવેરની દુનિયામાં મોટુ નામ હતું. માઇક્રોસોફ્ટને શરૂ કરવાનો શ્રેય પણ તેમને જાય છે. તેના બાળપણના મિત્ર બિલ ગેટ્સ સાથે મળીને તેણે માઇક્રોસોફ્ટનો પાયો નાખ્યો હતો. એલનની કંપની વલ્કન ઇંક નિવેદન આપીને તેમના નિધન અંગેની જાણકારી આપી હતી. જ્યારે એલને એ પણ જાણકારી આપી હતી કે, જે કેંસરની તેમણે 2009માં ઇલાજ કરાવ્યો હતો તે કેંસરે તેમને ફરી એકવાર ઘેરી લીધા છે.  

રગ્બી અને ફૂટબોલનો હતો શોખ 
રમતમાં ખાસ રૂચિ ધરાવતા એલનને રગ્બી અને ફૂટબોલનો શોખ હતો, તેમણે પોલેન્ડ ટ્રેલ બ્લેજર્સ અને સીએટલ સીહોક્સની ટીમો ખરીદી લીધી હતી. અને તેઓ કોઇ લીંગમાં આ ટીમોના માલિક તરીકે શામિલ પણ થયા હતા. ધણી તેમને તેમની ટીમનું પ્રોત્સાહન વધારાતા મેદાનમાં જોવા મળતા હતો. 

બાળપણના મિત્ર સાથે મળીને શરૂ કરી હતી માઇક્રોસોફ્ટ
એલન અને ગેસ્ટએ 1975માં માઇક્રોસોફ્ટ કોર્પની સ્થાપના કરી હતી. માઇક્રોસોફ્ટ માટે 1980નું વર્ષ મીલનો પથ્થર સાબિત થયું હતું. જ્યારે આઇબીએમ કોર્પએ પર્સનલ કોમ્પ્યુટરના ક્ષેત્રમાં પ્રવેસ કર્યો હતો. ત્યાર બાદ આઇબીએમએ માઇક્રોસોફ્ટના પીસી માટે ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવાનું કહ્યું હતું. આ નિર્ણયને કારણો માઇક્રોસોફ્ટ ટેકનોલોજીના મામલે વિશ્વમાં ટોપ પર પહોચી ગયું હતું. અને સિએટલના બે લોકો અબજોપતિ બન્યા.

વધુ વાંચો...ખતરામાં છે તમારી અંગત માહિતી, 500 રૂ.માં મળી રહી છે Aadharની જાણકારી !

દુનિયાના અબજોપતિમાં પણ ઉમેરાયા 
વર્ષ 2010માં તેમણે 12.7 મિલિયન અમેરિકન ડોલરની વ્યક્તિગત સંપત્તિની સાથે દુનિયાના સોથી ધનીક વ્યક્તિઓની યાદીમાં સામેલ થયા હતા. તે બિઝનેસની સાથે રમતમાં પણ સક્રિય હતા. ફોબ્સ અનુસાર તેમની સંપત્તિ 20.30 બિલિયન ડોલર હતી.

વધુ વાંચો...પ્રસિદ્ધ IT કંપની આ વર્ષે આપશે 28 હજાર વિદ્યાર્થીઓને નોકરી, 3 વર્ષમાં સૌથી વધારે ભરતી

1983માં કંપનીથી થયા દૂપ 
1983માં એલનને બિમારીઓએ ધેરી લીધા હતા, તે કેંસરના રોગથી પિડીત થયા. તેમણે તેનો ઇલાજ પણ શરૂ કરી દીધો હતો. પરંતુ, બિમારી બાદ તેઓ માઇક્રોસોફ્ટમાં પાછા ફર્યા નહિ અને જાતે જ કંપનીથી દૂર રહેવા લાગ્યા હતા. એલને માઇક્રોસોફ્ટમાં તેના પદ પરથી નવેમ્બર 2000માં કાયદેસર રીતે રાજીનામુ આપી દીધુ હતું.