અદાણીની ફરીવાર દુનિયાના ટોપ 5 અમીર લોકોમાં એન્ટ્રી, ટોપ 10માંથી અંબાણી બહાર

બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સની રેન્કિંગમાં ગૌતમ અદાણી 5માં સ્થાન પર છે. અદાણીની સંપત્તિ 109 બિલિયન ડોલર છે. વાર્ષિક ધોરણે અદાણીની સંપત્તિમાં $32.7 બિલિયનનો વધારો થયો છે.
 

અદાણીની ફરીવાર દુનિયાના ટોપ 5 અમીર લોકોમાં એન્ટ્રી, ટોપ 10માંથી અંબાણી બહાર

નવી દિલ્હીઃ દેશના બે મોટા અબજોપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની વચ્ચે સંપત્તિનું અંતર ફરી વધી ગયું છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સની રેન્કિંગમાં ગૌતમ અદાણી 5માં સ્થાન પર છે. ગૌતમ અદાણીની સંપત્તિ 109 બિલિયન ડોલર છે. વર્ષના આધારે જોઈએ તો અદાણીની સંપત્તિમાં 32.7 બિલિયન ડોલરનો વધારો થયો છે. અદાણીથી આગળ બિલ ગેટ્સ, બર્નાડ અર્નાલ્ડ, જેફ બેજોસ અને એલન મસ્ક છે. 

અંબાણી ટોપ-10માંથી બહાર
તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે અને તે ટોપ-10માંથી બહાર થઈ ગયા છે. રેન્કિંગમાં 11માં સ્થાને રહેલા મુકેશ અંબાણીની સંપત્તિ 85.3 બિલિયન ડોલર છે અને વર્ષના આધારે તેમની સંપત્તિમાં 4.73 બિલિયન ડોલરનો ઘટાડો આવી ચુક્યો છે. 

તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇઝના શેર 52 સપ્તાહની ઉચ્ચ સપાટીએ છે. અદાણી સમૂહની અન્ય કંપનીઓ પણ મજબૂતી સાથે કારોબાર કરી રહી છે. તો મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો નિકાસ પર ટેક્સ લગાવવાના નિર્ણય બાદ વિકાવાલીનો માહોલ છે. પરંતુ પાછલા શુક્રવારે રિલાયન્સમાં સામાન્ય વધારો થયો અને શેરનો ભાવ  2401.55 રૂપિયા પર બંધ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news