Gold Price Today: ભારતમાં સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત

ભારતમાં કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે સોના અને ચાંદીના હાજર ભાવમાં વધારો જોવા મળ્યો છે. 
 

Gold Price Today: ભારતમાં સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ સોના અને ચાંદીની કિંમત (Gold and Silver price) માં સોમવારે વધારો જોવા મળ્યો. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ 95 રૂપિયાના વધારા સાથે 48015 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. સિક્યોરિટીઝ પ્રમાણે સકારાત્મક વૈશ્વિક સંકેતો અને રૂપિયાના અવમૂલ્યન વચ્ચે સોનાના ભાવમાં આ સામાન્ય તેજી જોવા મળી છે. તેનાથી પાછલા સત્રમાં સોનું 47920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 

હાજર બજારમાં ચાંદીની કિંમત (Silver Price in Spot Market)
આ રીતે ચાંદીની કિંમતોમાં 154 રૂપિયા પ્રતિ કિલોગ્રામે વધારો થયો છે. ત્યારબાદ ચાંદીનો ભાવ 70998 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. તેનાથી પાછલા સત્રમાં ચાંદી 70844 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીનો ભાવ (Gold, Silver Price in Global Market)
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ વધારા સાથે 1882 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો હતો. આ રીતે ચાંદીની કિંમત 27.67 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ ચાલી રહી હતી. 

એચડીએફસી સિક્યોરિટીઝમાં સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલે કહ્યુ- સોનાના ભાવમાં સતત ત્રણ સપ્તાહથી વધારાનો સિલસિલો સોમવારે પણ જારી રહ્યો. ડોલરના નબળા પડવાથી સોનાના ભાવ આશરે ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. 

મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસમાં વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી રિસર્ચ) નવનીત દામાણીએ કહ્યુ- નબળા ડોલર અને યૂએસ યીલ્ડમાં સ્થિતરાથી સોનામાં તેજી જોવા મળી. આ તે વાતને દર્શાવા છે કે પીળી ધાતુમાં રોકાણકારોની રૂચિ વધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news