Gold-silver price: સોના-ચાંદીના ભાવમાં સતત વધારો, જાણો નવી કિંમત

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં વધારાને કારણે ભારતમાં પણ ભાવ વધી ગયા છે.   

Updated By: Apr 8, 2021, 05:07 PM IST
Gold-silver price: સોના-ચાંદીના ભાવમાં સતત વધારો, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ દેશમાં થોડા દિવસથી ફરી સોના-ચાંદીના ભાવમાં (Gold and silver price) વધારો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોના-ચાંદીના ભાવ ફરી વધી ગયા છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે આંતરરાષ્ટીરય કિંમતોમાં વૃદ્ધિને કારણે આજે સોનું 182 રૂપિયા વધીને 45975 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. પાછલા કારોબારમાં સોનું 45793 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોનાની સાથે ચાંદીમાં પણ આજે 682 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે ચાંદીનો ભાવ 66175 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતોમાં 182 રૂપિયાનો વધારો થયો, જે  COMEX (ન્યૂયોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ) સોનાની કિંમતો વધતા થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1744 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 25.30 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી. 

આ પણ વાંચોઃ RTGS અને NEFT નો ઉપયોગ કરનારા માટે આવ્યા ખુબ મહત્વના સમાચાર

શું છે સોનાની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન 2021ની ડિલિવરી વાળા સોનાનો ભાવ 293 રૂપિયાના વધારા સાથે 46655 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ રીતે ઓગસ્ટમાં ડિલિવરીવાળા સોનાનો ભાવ 257 રૂપિયા એટલે કે 0.55 ટકાના વધારા સાથે  46603.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો હતો. 

ચાંદીની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર મે 2021માં ડિલિવરી વાળી ચાંદીની કિંમત 641 રૂપિયા એટલે કે 0.96 ટકાના વધારા સાથે  67275.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ટ્રેન્ડ કરી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube