Gold Rate Today: જલદી કરજો... સોનું લેવા માટે મૂકો દોટ! આજે સોનાના ભાવમાં આટલો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Price Today: સોના અને ચાંદીના  ભાવમાં આજે નબળાઈ જોવા મળી રહી છે. ઘરેલુ અને વિદેશી બુલિયન માર્કેટમાં નરમાઈ નોંધાઈ રહી છે. મજબૂત અમેરિકી આર્થિક આંકડાઓના પગલે કોમેક્સ પર દબાણ જોવા મળ્યું છે. જેના કારણે ઘરેલુ બજારમાં પણ સોનું અને ચાંદીના ભાવ તૂટ્યા છે.

Gold Rate Today: જલદી કરજો... સોનું લેવા માટે મૂકો દોટ! આજે સોનાના ભાવમાં આટલો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate 25th January 2024: સોના અને ચાંદીના  ભાવમાં આજે નબળાઈ જોવા મળી રહી છે. ઘરેલુ અને વિદેશી બુલિયન માર્કેટમાં નરમાઈ નોંધાઈ રહી છે. મજબૂત અમેરિકી આર્થિક આંકડાઓના પગલે કોમેક્સ પર દબાણ જોવા મળ્યું છે. જેના કારણે ઘરેલુ બજારમાં પણ સોનું અને ચાંદીના ભાવ તૂટ્યા છે. આ સાથે જ રોકાણકારોની નજર ફેડના નિર્ણય ઉપર પણ છે. 

ઘરેલુ બજારમાં સોનું-ચાંદી
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ છે. MCX પર સોનાના ભાવ લગભગ 100 રૂપિયાના ઘટાડા સાથે 61900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યા જ્યારે ચાંદીનો ભાવ પણ 200 રૂપિયા તૂટીને પ્રતિ કિલો 71666 જોવા મળ્યા. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાના ભાવ નબળાઈ સાથે 2015 ડોલર પ્રતિ ઔંસ પર ગગડી ગયા છે. ચાંદીના ભાવ પણ કોમેક્સ પર તૂટ્યા છે. હાલ 23 ડોલર પ્રતિ ઔંસ નીચે ગગડ્યા છે.  કોમેક્સ પર સોના અને ચાંદી પર દબાણનું કારણ મજબૂત અમેરિકી ઈકોનોમિક ડેટા છે. કારણ કે બિઝનેસ એક્ટિવિટી અમેરિકામાં વધી છે. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 318 રૂપિયાના ઘટાડા સાથે 62273 રૂપિયાની સપાટી પર જોવા મળી રહ્યું છે. ગઈ કાલે 62591 રૂપિયા પર સોનું બંધ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું  સોનું હાલ 291 રૂપિયા તૂટીને 57042 રૂપિયાની સપાટીએ છે. જો કે ચાંદીમાં બહુ મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. હાલ ચાંદી 53 રૂપિયા તૂટીને 71019 રૂપિયાની સપાટીએ જોવા મળી રહી છે. 

No description available.

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news