Gold Rate: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2 વર્ષના સૌથી નીચલા સ્તરે, નવરાત્રિ પહેલા ભારતમાં હજુ ગગડશે સોનાના ભાવ?

ભારતમાં હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. દાગીનાના વેપારી હોય કે પછી ખરીદાર બધા નવરાત્રિની રાહ જોતા હોય છે. નવરાત્રિમાં જ્વેલરી ડિમાન્ડમાં ઘણો વધારો જોવા મળે છે. આવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં જે રીતે વેચાવલી જોવા મળી રહી છે તેની અસર ભારતીય બુલિયન માર્કેટ ઉપર પડશે કે નહીં? તજજ્ઞોના પ્રતિભાવ જાણીએ....

Gold Rate: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2 વર્ષના સૌથી નીચલા સ્તરે, નવરાત્રિ પહેલા ભારતમાં હજુ ગગડશે સોનાના ભાવ?

Gold-Silver Price Update: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સતત નબળાઈ જોવા મળી છે. વ્યાજ દરોમાં વધારો થવાથી કોમેક્સ પર સોનું 2 વર્ષના સૌથી નીચલા સ્તરે કારોબાર થઈ રહ્યું છે. સોનાના ભાવ 1670 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે. ભારતમાં પણ MCX પર સોનાનો ભાવ 50000 રૂપિયાથી નીચે આવી ગયો છે. ભારતમાં હવે જો કે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. દાગીનાના વેપારી હોય કે પછી ખરીદાર બધા નવરાત્રિની રાહ જોતા હોય છે. નવરાત્રિમાં જ્વેલરી ડિમાન્ડમાં ઘણો વધારો જોવા મળે છે. આવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં જે રીતે વેચાવલી જોવા મળી રહી છે તેની અસર ભારતીય બુલિયન માર્કેટ ઉપર પડશે કે નહીં? તજજ્ઞોના પ્રતિભાવ જાણીએ....

નવરાત્રિ સુધી ક્યાં પહોંચશે સોનું ચાંદી?
MCX પર સોનાના ઓક્ટોબર વાયદા 200 રૂપિયા સસ્તા થઈને 49200 ની નીચે ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદી પણ હળવી નબળાઈ સાથે 56700 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. બુલિયન માર્કેટમાં આવેલી નબળાઈનું સૌથી મોટું કારણ કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરોમાં વધારો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આવેલી નબળાઈ છે. 

- પૃથ્વી ફિનમાર્ટના ડાઈરેક્ટર મનોજકુમાર જૈને કહ્યું કે નવરાત્રિ સુધી બુલિયન માર્કેટની ચમક પાછી ફરશે. રોકાણકારોએ ઘટાડા સમયે ખરીદી કરવી જોઈએ. તેમણે MCX ગોલ્ડ પર 50000 નો ટાર્ગેટ આપ્યો છે. MCX ચાંદી ઉપર પણ ખરીદીની સલાહ આપી છે. નવરાત્રિ સુધી ચાંદી 59000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ સુધી પહોંચી જશે. 

- IIFL સિક્યુરિટીઝના અનુજ ગુપ્તાએ પણ બુલિયન માર્કેટ પર ફેસ્ટીવ સીઝનના કારણે નવરાત્રિ સુધી બુલિશ છે. આવામાં તેમણે MCX ગોલ્ડ પર 49500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને MCX પર ચાંદ પર 58000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો લક્ષ્ય આપ્યો છે. 

બુલિયન માર્કેટ માટે ટ્રિગર્સ
રોકાણકારોની નજર 21 સપ્ટેમ્બરથી શરૂ થનારી US ફેડની બેઠક પર છે. જો કે મોટાભાગના તજજ્ઞો માની રહ્યા છે કે ફેડ આ વખતે પણ દરોમાં વધારો કરશે. કારણ કે વધતી મોંઘવારી પર કાબૂ મેળવવા માટે દરોમાં વધારો કરવો એ જ વિકલ્પ છે. આ ઉપરાંત સ્વિટ્ઝરલેન્ડ, દક્ષિણ આફ્રિકાની કેન્દ્રીય બેંકોની પણ બેઠક છે. વર્લ્ડ બેંક અને IMF એ ઈકોનોમિક ગ્રોથના પોતાના પૂર્વ અનુમાનમાં કાપ મૂક્યો છે. બીજી બાજુ અમેરિકી કંપનીઓ નબળા પરિણામોનું ગાઈડન્સ આપી રહી છે. આ ઉપરાંત ડોલર ઈન્ડેક્સ અને યુએસ 10-યર બોન્ડ યીલ્ડની ચાલ ઉપર પણ નજર રહેશે. 

જિયો-પોલિટિકલ ટેન્શન ઉપર નજર
બજારની નજર જિયો-પોલિટિકલ ટેન્શન ઉપર પણ નજર રહેશે. જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીન-તાઈવાન વિવાદ સામેલ છે. આ સાથે જ વધતી મોંઘવારી અને વ્યાજદરોમાં વધારાથી ગ્લોબલ ગ્રોથ ઉપર પડનારી અસર ઉપર પણ નજર રહેશે. બીજી બાજુ મંદીની આશંકાથી ક્રૂડ ઓઈલ ઉપર પણ દબાણ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 90 ડોલર (એક બેરલ) નજીક પહોંચી ગયા છે. 

આજના સોનાના ભાવ
સોનાના આજના ભાવ જોઈએ તો MCX પર 24 કેરેટ સોનું 49,272 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આજે વેચાતું જોવા મળ્યું છે. જ્યારે ચાંદી 56,832 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાતી જોવા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news