Gold Rate Today: લગ્નગાળો શરૂ થાય તે પહેલા સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold-Silver Rate Today: લગ્ન ગાળા પહેલા સોનામાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. જ્યાં એકબાજુ કોમેક્સ સાથે MCX પર બંને કિમતી ઘાતુઓના ભાવ ગગડ્યા ત્યાં રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
Trending Photos
Gold Rate Today: સોના અને ચાંદીમાં હાલના દિવસોમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે. અમેરિકી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના મિનિટ્સ જાહેર થયા બાદ બુલિયન માર્કેટમાં દબાણ જોવા મળ્યું કારણ કે ગઈ કાલે અમેરિકી ડોલરમાં નબળાઈના પગલે જોરદાર તેજી જોવા મળી હતી. લગ્ન ગાળા પહેલા સોનામાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. જ્યાં એકબાજુ કોમેક્સ સાથે MCX પર બંને કિમતી ઘાતુઓના ભાવ ગગડ્યા ત્યાં રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
આજનો સોનાનો ભાવ
ઘરેલુ વાયદા બજારમાં સોનાનો ભાવ 50 રૂપિયા ગગડીને 61170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. આ અગાઉ કાલે ભાવ લગભગ 700 રૂપિયા વધ્યો હતો. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાનો ભાવ 3 અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચ્યો છે. કાલે કોમેક્સ પર સોનાનો ભાવ 30 ડોલર સુધી ચડી ગયો.
ચાંદીની વાત કરીએ તો MCX પર ચાંદીના ભાવ હળવા ઘટાડા સાથે 73294 રૂપિયા પ્રતિ કિલો પર આવ્યા છે. કાલે ચાંદીમાં લગભગ 1000 રૂપિયા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ગ્લોબલ માર્કેટમાં ચાંદી કાલે લગભગ 1.5% ટકા ઉછળી હતી.
શરાફા બજારમાં આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 261 રૂપિયા ચડીને હાલ 61511 રૂપિયાના સ્તરે છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું હાલ 239 રૂપિયા ઉછળીને 56344 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 511 રૂપિયાની તેજી સાથે 73240 રૂપિયાના સ્તરે છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે