એટીએમમાંથી પૈસા કાઢનારાઓ માટે સારા સમાચાર

એટીએમમાંથી પૈસા કાઢનારાઓને સરકારે મોટી રાહત આપી છે

એટીએમમાંથી પૈસા કાઢનારાઓ માટે સારા સમાચાર

નવી દિલ્હી : એટીએમમાંથી પૈસા કાઢનારાઓને સરકારે મોટી રાહત આપી છે. હવે એટીએમમાંથી પૈસા કાઢનારાઓએ ટેક્સ નહીં આપવો પડે કારણ કે એટીએમમાંથી પૈસા કાઢવાને પ્રક્રિયાને જીએસટીમાંથી બહાર રાખવામાં આવી છે. આ સાથે જ ચેકબુક ઇન્શ્યોરન્સ જેવી સેવાઓને પણ જીએસટીના કાર્યક્ષેત્રની બહાર કરી દેવામાં આવી છે. જોકે ક્રેડિટ કાર્ડથી બાકી રહેલી ચૂકવણી પર લાગતો લાગતા લેટ ચાર્જ તેમજ એનઆરઆઇ પર વીમા પોલીસીની ખરીદી પર જીએસટી લાગશે.

રેવન્યુ વિભાગે બેંકિંગ, વીમા અને શેયર બ્રોકર સેવાઓ પર જીએસટી લાગ કરવાના મામલે વારંવાર કરવામાં આવતા સવાલોના કાયમી નિરાકરણ માટે આ મામલે સ્પષ્ટીકરણ આપ્યું છે. વિભાગે કહ્યું છે કે સિક્યુરાઇટેઝેશન, ડેરિવેટિવ્સ તેમજ વાયદાના સોદા સાથે જોડાયેલી લેવડદેવડને પણ જીએસટીના ક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવી છે. 

ફાઇનાન્શિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ આ મામલે સ્પષ્ટતા માટે ગયા મહિને જ રેવન્યુ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો હતો. આખરે લાંબા સમયની ચર્ચા વિચારણા પછી આ મામલે સ્પષ્ટતા જાહેર કરી દેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news