આવી જલસાવાળી જોબ ક્યાં મળે? ઉંચા પગારે Google કરી રહ્યું છે કર્મચારીઓની ભરતી, તમારી ઈચ્છા ખરી?

 ગૂગલે ભારતમાં તેની નવી ઓફિસ ખોલવાની તૈયારી લગભગ પૂર્ણ કરી લીધી છે. આ માટે ભરતી પણ શરૂ થઈ ગઈ છે. આવો અમે તમને ભરતી પ્રક્રિયા વિશે બધું જણાવીએ.

આવી જલસાવાળી જોબ ક્યાં મળે? ઉંચા પગારે Google કરી રહ્યું છે કર્મચારીઓની ભરતી, તમારી ઈચ્છા ખરી?

 

 નવી દિલ્લીઃ ગૂગલે ભારતમાં તેની નવી ઓફિસ ખોલવાની તૈયારી લગભગ પૂર્ણ કરી લીધી છે. આ માટે ભરતી પણ શરૂ થઈ ગઈ છે. આવો અમે તમને ભરતી પ્રક્રિયા વિશે બધું જણાવીએ. ગૂગલમાં કામ કરવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ગૂગલ ટૂંક સમયમાં ભારતમાં નવી ઓફિસ ખોલવા જઈ રહ્યું છે. પૂણેમાં ઓફિસની જગ્યા માટે પણ જગ્યા સર્ચ કરવામાં આવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે Google વર્ષના બીજા ભાગમાં પૂણેમાં તેની નવી ઓફિસ ખોલશે.

ગૂગલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે-
ગૂગલે ભારતમાં તેની નવી ઓફિસ માટે પણ ભરતી શરૂ કરી દીધી છે. આ નવી ભરતીની પ્રક્રિયા ગૂગલની ગુરુગ્રામ, હૈદરાબાદ અને બેંગ્લોર ઓફિસમાં ચાલી રહી છે.

એડવાન્સ ક્લાઉડ ટેક્નોલોજી માટે ભરતી-
Google આ નવી ભરતીઓ અદ્યતન ક્લાઉડ ટેકનોલોજી માટે કરી રહ્યું છે. ભારતમાં ગૂગલ ક્લાઉડ એન્જિનિયરિંગના વીપી અનિલ ભણસાલીએ આ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ગૂગલ ક્લાઉડ માટે જરૂરી ટેલેન્ટ પૂલ ભારતમાં હાજર છે, ભારત ગૂગલ માટે શ્રેષ્ઠ સ્થાન છે.

વૈશ્વિક એન્જિનિયરિંગ ટીમ સાથે મળીને કામ કરશે-
છેલ્લા 12 મહિનામાં ભારતમાં નિર્માણ થનારા ડેવલપમેન્ટ સેન્ટર માટે ભારતની ટોચની એન્જિનિયરિંગ પ્રતિભાને હાયર કરવામાં આવી છે. ભારતની આ પ્રતિભાઓ વૈશ્વિક એન્જિનિયરિંગ ટીમ સાથે મળીને અદ્યતન ક્લાઉડ ટેક્નોલોજી પર કામ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news