Loan Interest Rate: HDFC બેંકના ગ્રાહકો માટે ખુશખબરી, EMI નો બોજો થશે ઓછો

HDFC Bank Interest Rate: એચડીએફસી બેંક (HDFC Bank) એ લોનના વ્યાજદરમાં ફેરફાર કર્યા છે. બેંકે થોડા સમયગાળા માટે MCLR માં ઘટાડો કર્યો છે. 

Loan Interest Rate: HDFC બેંકના ગ્રાહકો માટે ખુશખબરી, EMI નો બોજો થશે ઓછો

HDFC Bank Home Loan Interest Rate: પ્રાઇવેટ સેક્ટરની મોટી બેંક એચડીએફસીના ગ્રાહકો માટે કામના સમાચાર છે. જો તમે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો અથવા લોન લીધી છે તો તમને જણાવી દઇએ કે બેંકે પોતાના માર્જીનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ (MCLR) રિવાઇઝ કર્યા છે. બેંકે એમસીએલઆર (MCLR)  માં ઘટાડો કર્યો છે. 

એમસીએલઆર (MCLR)  માં ફેરફાર બાદ તેની હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને એજ્યુકેશન લોન સહિત તમામ પ્રકારની લોનના વ્યાજ દરમાં ફેરફાર થશે. ગ્રાહકો પર ઇએમઆઇનો બોજો ઓછો થશે. નવા દર 7 જૂન 2024 એટલે કે શનિવારથી લાગૂ થઇ ગયા છે. બેંકનો એમસીએલઆર (MCLR)  8.95 ટકાથી ઘટાડીને 9.35 ટકાની વચ્ચે છે. 

HDFC Bank ના એલસીએલઆર રેટ વિશે જાણો
એચડીએફસી બેંકનો ઓવરનાઇટ એમસીએલઆર રેટ 8.95 ટકા પર પહોંચી ગયો છે. બેંકે એક મહિનાના એમસીએલઆર (MCLR) માં કોઇ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ 9 ટકા પર યથાવત છે. બેંકના ત્રણ મહિનાના એમસીએલઆર (MCLR) 9.15 ટકા થઇ ગયો છે. છ મહિનાની લોન અવધિનો એમસીએલઆર (MCLR) 9.30 ટકા થઇ ગયો છે. 

એક વર્ષથી લઇને 2 વર્ષ વચ્ચે એમસીએલઆર (MCLR) 9.30 ટકા રહેશે. તેમાં 5 બેસિસ પોઇન્ટનો ફેરફાર કરવામાં આવ્યો છે. બેંકનો બે વર્ષનો એમસીએલઆર (MCLR) 9.30 અને ત્રણ વર્ષનો 9.35 ટકા છે. ત્રણ વર્ષથી વધુના એમસીએલઆર (MCLR) માં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

શું હોય છે MCLR?
માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ દ્વારા બેંક હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન વગેરે જેવી અનેક પ્રકારની લોનના વ્યાજ દરો નક્કી કરે છે. જ્યારે MCLR વધે છે, ત્યારે ગ્રાહકો પર EMI બોજ વધે છે, જ્યારે તે ઘટે છે, EMI બોજ ઘટે છે.

આરબીઆઇએ રેપો રેટમાં કર્યો નથી ફેરફાર
રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ હાલમાં 6.50 ટકા પર સ્થિર છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની સતત 8મી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ બેંકના MPCએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. પછી તેને વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો, એટલે કે રેપો રેટ 16 મહિના સુધી સમાન સ્તરે સ્થિર રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news