Tata એ કર્યો કમાલ... રોકાણકારોએ 5 દિવસમાં છાપ્યા 80000 કરોડ, Reliacne નો પણ જોવા મળ્યો ફિતૂર

TCS-Reliance Market Cap Rise: ગત અઠવાડિયે જ્યાં મંગળવારે શેર બજારમાં ખરાબ રીતે કડાકો થયો હતો, તો બીજી તરફ બાકીના ચાર દિવસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. તેના લીધે ટોપ 10 માંથી 8 કંપનીઓના રોકાણકારોએ જોરદાર કમાણી કરી. 

Tata એ કર્યો કમાલ... રોકાણકારોએ 5 દિવસમાં છાપ્યા 80000 કરોડ, Reliacne નો પણ જોવા મળ્યો ફિતૂર

Tata Reliance Share: ગત અઠવાડિયે શેરબજારમાં (Share Market) માટે શાનદાર રહ્યું છે. માર્કેટમાં 5 દિવસ થયેલા કારોબારમાં એક દિવસ જ્યાં રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું, તો બીજી તરફ બાકી બચેલા ચાર દિવસ તાબડતોડ કમાણી કરી. આ સમયગાળા દરમિયાન સ્ટોક માર્કેટના પ્રમુખ ઇંડેક્સ સેન્સેક્સ  (Sensex) ની ટોપ 10 વેલ્યૂએબલ કંપનીઓમાંથી આઠનું માર્કેટ કેપિટલાઇશન સંયુક્ત રૂપથી 3.28 લાખ કરોડ રૂપિયા વધી ગયો. આ દરમિયાન સૌથી વધુ ફાયદો ટાટા ગ્રુપ (Tata Group) ની કંપની ટીસીએસ (TCS) ના શેરોમાં પૈસા લગાવનારોને થયો છે. તેમણે અઠવાડિયામાં જ 80000 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે. 

TCS એ શેરહોલ્ડર્સ પર કર્યો પૈસાનો વરસાદ
ગત અઠવાડિયે જે આઠ સેન્સેક્સ કંપનીઓનું માર્કેટ વેલ્યૂ વધ્યું હતું તેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, હિન્દુસ્તાન યુનિલિવર (HUL) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર હતી. ટાટા ગ્રૂપની IT કંપની TCS (TCS Share)ના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને તેની સાથે કંપનીની માર્કેટ મૂડી (TCS Market Cap) વધીને રૂ. 14,08,485.29 કરોડ થઈ હતી. આ મુજબ કંપનીના શેરધારકોએ પાંચ દિવસમાં 80,828.08 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

અંબાણીની કંપનીએ પણ કરી ભારે કમાણી
ગત અઠવાડિયે ટીસીએસ ઉપરાંત પોતાના રોકાણકારો પર પૈસા વરસાવનાર કંપની હિન્દુસ્તાન યૂનિલીવર (HUL) રહી. કંપનીનું માર્કેટ કેપ 58,258.11 કરોડ રૂપિયાના વધારા સાથે વધીને 6,05,407.43 કરોડ રૂપિયા થઇ ગયું છે. Infosys Market Cap 52,770.59 કરોડ રૂપિયા વધીને 6,36,630.87 રૂપિયા થઇ ગયું છે. આ ઉપરાંત ચોથા નંબર એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ની ક6પની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ રહી. ગત અઠવાડિયાના પાંચ ટ્રેડિંગ દિવસોમાં રિલાયન્સનું માર્કેટ વેલ્યૂ (Reliance Market Value) વધીને રૂ. 19,88,741.47 કરોડ થયું હતું અને કંપનીના રોકાણકારોએ રૂ. 54,024.35 કરોડની કમાણી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news