એક છીંકમાં બહાર આવી ગયા આંતરડા, આખી ઘટના જાણશો તો ઉંભા થઇ જશે રૂવાડાં

Colon Falls Out From Body: છીંક આવવી એક નેચરલ પ્રોસેસ છે. તેને કંટ્રોલ કરી શકાય નહી. પરંતુ ઘણીવાર તેની તીવ્રતાના કારણે પેટમાંથી આંતરડા પણ નિકળી શકે છે. આ આર્ટિકલમાં તમે એક એવી ઘટના વિશે જાણી શકો છો. 

એક છીંકમાં બહાર આવી ગયા આંતરડા, આખી ઘટના જાણશો તો ઉંભા થઇ જશે રૂવાડાં

દરેક વ્યક્તિ છીંક આવવાથી લઈને ખોરાક અને પાણી અટકી જવા સુધી બધું પચાવી શકે છે. પરંતુ છીંક આવતાં પેટમાંથી આંતરડા બહાર નિકળી જવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પરંતુ તમે વિશ્વાસ કરો કે ન કરો આવું થયું છે. ફ્લોરિડામાં રહેનાર 63 વર્ષીય વ્યક્તિની સાથે આવું થયું છે. 

તે પોતાની પત્ની સાથે રેસ્ટોરેન્ટમાં બેસીને જમી રહ્યા હતા. તે દરમિયાન તેમને છીંક આવે છે અને આ છીંક એટલી ઝડપી આવે છે કે પેટમાંથી આંતરડા બહાર નિકળી જાય છે. મેટ્રોના રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ તે વ્યક્તિના પેટનું ઓપરેશન થયું હતું. છીંક બાદ શરીરમાં જોરદાર દુખાવો અનુભવવા લાગ્યો અને જ્યારે તેણે પોતાનો શર્ટ ભીનો અનુભવ્યો તો તેને ઉંચો કર્યો અને જોયું તો સર્જિકલ ઘામાંથી તેના આંતરડા કેટલાક ઇંચ બહાર નીકળી ગયા હતા.

સર્જરી કરી ડોક્ટરે બચાવ્યો જીવ
વધુ લોહી વહી જવાથી અને પેટમાંથી નિકળેલા આંતરડા પર કોઇપણ પ્રકારની ઇજા કે ઇંફેક્શન ન હોવાથી ડોક્ટરોએ સર્જરી કરીને આંતરડાને પેટમાં નાખવામાં સફળ રહ્યા. 

કોલનની કેન્સરની સારવાર ચાલતી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વ્યક્તિની થોડા દિવસો પહેલા કોલોન કેન્સરની સારવાર દરમિયાન સર્જરી કરવામાં આવી હતી. પરંતુ ડૉક્ટરે કહ્યું કે ઘા સંપૂર્ણ રૂઝાઈ ગયો છે.

100માંથી 3 વ્યક્તિ સાથે થઇ શકે છે આવું
સર્જિકલ ઘાને ફરીથી ખોલવાને ડિહિસેન્સ કહેવામાં આવે છે. પેટની અને પેલ્વિક સર્જરી કરાવનારા 100માંથી લગભગ ત્રણ લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. જો કે, વૃદ્ધ દર્દીઓમાં તે સહેજ વધુ સામાન્ય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news