સારા સમાચાર: આ બેંક ખાતાઓમાં જમા થશે 2500 રૂપિયા, સરકારે કરી જાહેરાત

સારા સમાચાર: આ બેંક ખાતાઓમાં જમા થશે 2500 રૂપિયા, સરકારે કરી જાહેરાત

આસામમાં રાજ્ય સરકારે ચાના બગીચાઓના કામ કરનાર 7 લાખથી વધુ શ્રમિકોના બેંક ખાતાઓમાં અઢી-અઢી હજાર રૂપિયા જમા કરવાના નિર્ણયની જાહેરાત કરી. આ રકમ તે ખાતાઓમાં જમા કરાવવામાં આવશે જે બે વર્ષ પહેલાં નોટબંધી બાદ પહેલાં ખોલવામાં આવ્યા છે. સરકારે બજેટ 2017-18 માં એવા ખાતાઓમાં પ્રોત્સાહનના રૂપમાં 5000 રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરી હતી. તે તેમનો બીજો હપ્તો છે.  

અસમના નાણા મંત્રી હેમંત વિશ્વ શર્માએ કહ્યું કે 'સરકારે આ યોજનાના બીજા ભાગને જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પહેલીવાર બધા લાભાર્થીઓને તેમના બેંક એકાઉન્ટમાં 12 જાન્યુઆરી 2019 સુધી બીજા હપ્તાની રકમ મળી જશે. 

અસમ સરકારે પહેલા તબક્કામાં 26 જિલ્લાઓમાં 752 બગીચાઓના 7,21,485 મજૂરોના ખાતાઓમાં 25-2500 રૂપિયા જમા કરાવ્યા હતા. પહેલા તબક્કામાં આ યોજના પર 182 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ 8 નવેમ્બર 2016 ના રોજ તે સમયે ચલણમાં 1000 અને 500 ની નોટોને ચલણમાં દૂર કરવાની જાહેરાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news