ડિયર જિંદગી : માતા-પિતાનો સમય !

જો તમે માતા-પિતાને પોતાના વર્તૃળમાંથી બહાર કરી દીધા છે તો વિશ્વાસ રાખજો કે તમે તમારા બાળકોના કેન્દ્રમાં પણ ક્યારેય નહીં રહી શકો

ડિયર જિંદગી : માતા-પિતાનો સમય !

‘મારી પાસે પરિવાર માટે સમય જ નથી રહેતો! સવારે બાળકો સ્કૂલ જાય છે ત્યારે હું ઓફિસ જવાની ઉતાવળમાં રહું છું. હું જ્યારે ઘરે પહોંચું છું ત્યારે તેઓ સ્કૂલ અને ટ્યુશનની ચિંતામાં ઘેરાયેલા રહે છે. મને તો તેમની સાથે વાત કરવાનો સમય જ નથી મળતો!’ આ હવે દરેક ઘરની હાલત છે. જે ઘરમાં એક વ્યક્તિ કામ કરે છે ત્યાં આ સમસ્યા થોડી ઓછી છે અને જ્યાં બંને કામ કરે છે ત્યાં તો હાલત એકદમ રોબોટિક છે. બધું ‘મુંબઈ લોકલ’ જેવું છે. શ્વાસ પણ મિનિટની ગણતરી પર થાય છે. દરેક વાતનો હિસાબ છે અને ત્યારે જ જિંદગીની સમસ્યાનું સમાધાન શક્ય બને છે. આ હકીકત છે અને જે હકીકત છે એ છે જ. હવે આ જીવન કેવી રીતે જીવવું છે! એ સૌથી મોટી વાત છે. 

અત્યાર સુધી એ સમયની વાત થઈ જે બાળકોને આપવો જોઈએ. હવે હું એક ડગલું આગળ વધીને એ સમયની વાત કરું છે આપણે આપણા માતા-પિતા સાથે ગાળીએ છીએ. મેટ્રો સીટીમાં રહેતો પરિવાર તો વધારે વ્યસ્ત રહે છે કારણ કે ટ્રાફિક  જામ તેમની જિંદગીનો એવો અંધકારમય ખૂણો છે જેમાંથી દિવસમાં રોજ પસાર થવાનું હોય છે અને પછી ઓફિસનું ક્યારેય ન પુરું થતું કામ. આ પરિસ્થિતિમાં આપણે ગમે તે રીતે બાળકો માટે સમય કાઢી જ લઈએ છીએ પણ એના માટે નહીં જેમના આપણે બાળકો છીએ. વડીલો આપણી સંવાદ પ્રક્રિયામાંથી ધીમેધીમે બહાર થઈ રહ્યા છીએ. 

આપણા વડીલો આપણી સાથે બે રીતે રહે છે....પહેલી પરિસ્થિતિમાં તેઓ આપણી સાથે રહે છે અને બીજી પરિસ્થિતિમાં તેઓ બીજા શહેરમાં રહે છે. જો માતા-પિતા ત્મારી સાથે રહે છે તો તમે તેમને કેટલો સમય આપો છો એના પર વિચાર કરવાની જરૂરી છે. આ વાતને મગજમાં રાખવી જોઈએ કે તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવા જેટલું જ મહત્વનું છે તેમને સમય આપવાનું. 

જો માતા-પિતા સાથે નથી રહેતા તો તેમને કેટલો સમય આપણે આપીએ છીએ એ વાતની સતર્કતા વધારે જરૂરી થઈ જાય છે. ઘણીવાર બીજા શહેરમાં રહેતા માતા-પિતા બાળકોને ફોન કરે તો બાળકો વ્યસ્ત હોવાનો જવાબ આપે છે. આ પછી આપણે કેટલીવાર સામે ફોન કરીએ છીએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે દૂર રહેતા હોવાના કારણે નિયમિત સંવાદનો ‘તાર’ તો આમ પણ તુટેલો હોય છે. 

આ તુટેલા ‘તાર’ને જોડવા માટે જરૂરી છે નિયમિત સંવાદ. તેમની સાથે રહેવાના સમયને ‘હિલ’ સ્ટેશન પર ઉનાળુ વેકેશન ગાળવા જેટલો જ ખાસ બનાવો. સમયની સંપત્તિની જેમ યોગ્ય વહેંચણી કરવાની આદત જીવનમાં જેટલી જલ્દી ઉતારી લઈએ એટલી જ વધારે શાંતિ મળશે. 

છેલ્લે એક નાનકડો કિસ્સો...થોડા સમય પહેલાં રેડિયો શોમાં યુવાનો વચ્ચે માતા-પિતાને મળવાના સમય મામલે રસપ્રદ વાતચીત થઈ. એ સમયે કોઈએ કહ્યું કે તેઓ માતા-પિતા સાથે દસ મિનિટ વાત કરે છે તો કોઈએ કહ્યું કે 15 મિનિટ વાત કરે છે. આ યુવાનોના કેન્દ્રમાં તેમની જાત, બાળકો અને મિત્રો શામેલ હતા, પણ માતા-પિતા નહીં. 

મને નથી લાગતું કે માતા-પિતા ક્યારેય પાછળ છુટી શકે છે. જો તમે માતા-પિતાને પોતાના વર્તૃળમાંથી બહાર કરી દીધા છે તો વિશ્વાસ રાખજો કે તમે તમારા બાળકોના કેન્દ્રમાં પણ ક્યારેય નહીં રહી શકો. આ પ્રકૃતિનો સૌથી સરળ અને સામાન્ય નિયમ છે પછી ભલે તમે એનાથી અસહમત હો!

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news