Greenply Industries એ લોન્ચ કરી ગ્રીનપ્લાય MDF: LSGના ખેલાડીઓના હસ્તે ફર્સ્ટ ડિસ્પેચને કરાઈ ફ્લેગ ઓફ

વુડ પેનલ ઉદ્યોગમાં અગ્રણી એવી ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ પ્લાયવુડ, બ્લોક બોર્ડ્સ, ડેકોરેટિવ વેનિયર્સ, ફ્લશ ડોર વગેરેની વ્યાપક શ્રેણીના ઉત્પાદનમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી ભારતની લીડિંગઈન્ટીરીયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બ્રાન્ડ્સમાંની એક છે. કંપનીએ વડોદરા જિલ્લામાં હાલમાં શરૂ કરવામાં આવેલા પ્લાન્ટમાંથી નવી લોન્ચ થયેલ પ્રોડક્ટ ગ્રીનપ્લાય MDFની પ્રથમ ડિસ્પેચને ફ્લેગ ઓફ કરી છે.

Greenply Industries એ લોન્ચ કરી ગ્રીનપ્લાય MDF: LSGના ખેલાડીઓના હસ્તે ફર્સ્ટ ડિસ્પેચને કરાઈ ફ્લેગ ઓફ

વુડ પેનલ ઉદ્યોગમાં અગ્રણી એવી ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ પ્લાયવુડ, બ્લોક બોર્ડ્સ, ડેકોરેટિવ વેનિયર્સ, ફ્લશ ડોર વગેરેની વ્યાપક શ્રેણીના ઉત્પાદનમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી ભારતની લીડિંગઈન્ટીરીયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બ્રાન્ડ્સમાંની એક છે. કંપનીએ વડોદરા જિલ્લામાં હાલમાં શરૂ કરવામાં આવેલા પ્લાન્ટમાંથી નવી લોન્ચ થયેલ પ્રોડક્ટ ગ્રીનપ્લાય MDFની પ્રથમ ડિસ્પેચને ફ્લેગ ઓફ કરી છે. ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી સાનિધ્યા મિત્તલે આ અંગે જણાવતા કહ્યું કે, 'ગ્રીનપ્લાય પહેલેથી પ્લાયવુડ ક્ષેત્રમાં અગ્રણી બ્રાન્ડ છે અને MDF બિઝનેસમાં સાહસ એ એક કુદરતી પ્રગતિ છે. ગ્રીનપ્લાયમાં અમારા માટે આ સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે કે અમે તે માત્ર 15 મહિનામાં પૂરો કર્યો છે. 

LSG ટીમ સાથે જોડાણ
અત્રે જણાવવાનું કે પ્રોડક્ટના ફર્સ્ટ ડિસ્પેચની ઉજવણી કરવા માટે એક ભવ્ય સેરેમનીનું આયોજન પણ કરાયું હતું જેમાં ગ્રીનપ્લાય કંપની સાથે આઈપીએલની ફ્રેન્ચાઈઝી લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના જોડાણના ભાગ રૂપે ટીમના ખેલાડીઓએ પણ હાજરી આપી હતી. નવી લોન્ચ કરાયેલી MDF પ્રોડક્ટ સાથે, કંપનીના ડીલર સમુદાય પાસે હવે ગ્રાહકોને ઓફર કરવા વિસ્તૃત પ્રોડક્ટ પોર્ટફોલિયો પણ હશે. 

Get ready to step into the era of precision with #GreenplyMDF#Greenply #HarZaruratKaReply pic.twitter.com/FzjehDt5Ii

— Greenply Plywood (@GreenplyPlywood) May 6, 2023

આ ટેક્નોલોજીનો ઉપયોગ
ખાસ જણાવવાનું કે કંપનીએ PRODIQ-NEO ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નોલોજી ભારતમાં પહેલવહેલી એવી ટેક્નોલોજી છે જે પ્રોડક્ટની ગુણવત્તા, ચોકસાઇ તથા ટકાઉપણું અંગેની બાંયધરી આપવા માટે માપવાના સાધનો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેરથી સજ્જ છે. એ પણ જણાવી દઈએ કે ગ્રીનપ્લાય કંપની લાકડા અને પેનલ ઉદ્યોગમાં પ્રથમ છે જેણે તેના વાવેતર અને રીઅલ-ટાઇમ ડેટા સુલભતા માટે Forest Stewardship Council (FSC®) પાસેથી FSC® – FM (Forest Management) સર્ટિફિકેશન સફળતાપૂર્વક મેળવ્યું છે. 

ગ્રીનપ્લાય કંપની વિશે જાણો
ગ્રીનપ્લાય કંપની વિશે જણાવીએ તો Greenply Industries Limited (GIL) એ ભારતમાં પ્લાયવુડ, બ્લેકબોર્ડ, ફ્લશ ડોર્સ, ડેકોરેટિવ Veneers, PVC અને અન્ય ઉત્પાદનોના મેન્યુફેક્ચરિંગ અને માર્કિટંગના ક્ષેત્રે અગ્રણી ઈન્ટિરિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. કંપની 28 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 900 થી વધુ શહેરો, નગરો અને ગામડાઓમાં વ્યાપક હાજરી ધરાવે છે, તદઉપરાંત તે તિઝિટ, નાગાલેન્ડમાં પણ સારી રીતે સ્થાપિત વિતરણ નેટવર્ક દ્વારા સેવા આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news