આ છે ‘ભારતની શ્રેષ્ઠ બેંક’, 13મી વખત મળ્યો શ્રેષ્ઠ બેંકનો એવોર્ડ
1994માં તેની રચના થઈ ત્યારથી પુરીએ એચડીએફસી બેંક ને ભારતના સૌથી મોટા અને શ્રેષ્ઠ ખાનગી ક્ષેત્રના નાણાં ધીરનાર સંસ્થામાં ફેરવી દીધી છે, જેની આશરે રૂ. 14 ટ્રિલિયન (184 અબજ ડોલર)ની બેલેન્સશીટ છે."
Trending Photos
મુંબઈ: યુરોમની એવોર્ડસ ફોર એક્સેલન્સ 2020માં એચડીએફસી બેંકને ભારતની શ્રેષ્ઠ બેંકનો ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષે પ્રખ્યાત યુરોમની એવોર્ડસ ફોર એક્સેલન્સની 28મી વર્ષગાંઠ છે. તેમાં પણ 13મી વખત બેંકને ‘ભારતની શ્રેષ્ઠ બેંક’ તરીકે બિરુદ આપવામાં આવ્યું છે.
મેગેઝિન તેના સંપાદકીય લેખમાં લખ્યું હતું કે, "ભારતના કેટલાક અગ્રણી બેંકરો પૈકીના એક આદિત્ય પુરી જ્યારે ઑક્ટોબર 2020માં પોતાનો કાર્યકાળ પૂરો થતાં એચડીએફસી બેંકને છોડશે ત્યારે તેમના અનુગામીના શિરે ઘણી અપેક્ષાઓ પૂરી કરવાની જવાબદારી રહેશે. 1994માં તેની રચના થઈ ત્યારથી પુરીએ એચડીએફસી બેંક ને ભારતના સૌથી મોટા અને શ્રેષ્ઠ ખાનગી ક્ષેત્રના નાણાં ધીરનાર સંસ્થામાં ફેરવી દીધી છે, જેની આશરે રૂ. 14 ટ્રિલિયન (184 અબજ ડોલર)ની બેલેન્સશીટ છે."
વૈશ્વિક નાણાંકીય પ્રકાશન ઉદ્યોગક્ષેત્રમાં આ પ્રકારનો પહેલો એવોર્ડ વર્ષ 1992માં રજૂ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ યુરોમની ઉદ્યોગના અગ્રણી સર્વેક્ષણ દ્વારા સંકલિત માર્કેટ શેર અને ગ્રાહક-સંતોષ ડેટાના વાર્ષિક નિરીક્ષણ આધારિત હોય છે. યુરોમની સંપાદકીય ટીમ દ્વારા સમીક્ષાની સઘન ત્રણ મહિનાની પ્રક્રિયા હોય છે, જે શોર્ટલીસ્ટેડ ઉમેદવારો સાથે રૂબરૂ મુલાકાત કરી ઇન્ટરવ્યૂ કરે છે. આ વર્ષે યુરોમની તેમના રિજનલ અને કન્ટ્રી એવોર્ડસ પ્રોગ્રામમાં બેંકો તરફથી આશરે ૧૦૦૦ અરજીઓ પ્રાપ્ત કરવામાં આવી છે, જેમાં આશરે 100 દેશોમાં 50થી વધુ રિજનલ એવોર્ડ અને બેસ્ટ બેંક એવોર્ડસ આવરી લેવાયા છે.
“પુરીએ એચડીએફસી બેંક ને ભારતની એક નવીન નાણાંકીય સંસ્થામાં ફેરવી દીધી છે. હજારો ખાનગી-ક્ષેત્રની કંપનીઓ દ્વારા તેની પૂર્ણ-ચુકવણી મેનેજમેન્ટ સેવા સ્માર્ટહબ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરમિયાન, બેંકના ઓનલાઇન શેર ટ્રેડિંગ પ્લેટફોર્મ, ડિજિડીમેટએ મે 2020માં લોન્ચ થયાના એક મહિનામાં જ 15,000 થી વધુ ગ્રાહકો મેળવ્યા છે. આગળ જતાં એચડીએફસી વોટ્સએપ પર ઓનલાઇન બેંકિંગ સેવાઓ પ્રારંભ કરવાનો છે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે