સૌથી પહેલા કોને મળશે Jio Gigafiber સર્વિસ? જાણો, ત્રણ મહિના બધુ જ મળશે મફત

રિલાયન્સ જીયોની બ્રોન્ડ બેન્ડ સર્વિસ Jio GigaFiber ની લોન્ચિંગ તારીખની હજુ સુધી કોઇ સત્તાવાર રીતે તારીખની કોઇ જાહેરાત કરવામાં નથી. પરંતુ આ સર્વિસને લઇને મહત્વની ઘણી બાબતો સામે આવી છે. 

સૌથી પહેલા કોને મળશે Jio Gigafiber સર્વિસ? જાણો, ત્રણ મહિના બધુ જ મળશે મફત

નવી દિલ્હી : રિલાયન્સ જીયો જીયો ગીગાફાઇબર FTTH બ્રોન્ડબેન્ડ સર્વિસ જલ્ગી શરૂ કરવા જઇ રહ્યું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર કંપનીએ એ શહેરોની યાદી જાહેર કરી છે. જ્યાં આ સેવા સૌથી પહેલા શરૂ કરવામાં આવશે. આ એવા શહેરો છે કે જ્યાં આ સર્વિસ માટે સૌથી વધુ અરજી આવી હતી. આ શહેર માટે હજુ પણ ગ્રાહકો પોતાના માટે અરજી કરી શકે છે. આ માટે Jio.com પર જાતે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. 

3 મહિના બધું જ મફ્ત...
રિલાયન્સ જીયોની બ્રોન્ડબેન્ડ સર્વિસ Jio GigaFiber ની લોન્ચિંગ તારીખને લઇને હજુ કોઇ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રજીસ્ટ્રેશન કરાવનારાઓને આ સર્વિસમાં ઘણું બધુ મળવાનું છે અને એ પણ તદ્દન મફતમાં. કંપનીએ પોતાની વેબસાઇટ પર આ અંગે પ્રીવ્યૂ ઓફરની જાણકારી આપી છે. જીયો ગીગા ફાઇબર યૂઝર્સને પ્રિવ્યૂ ઓફરનો લાભ મળશે. શરૂઆતમાં આ ત્રણ મહિના સુધી ફાયદો મળશે. પરંતુ એવું પણ શક્ય છે કે, કંપની યૂઝર્સની સંખ્યા વધારવા માટે આ ઓફર લંબાવે પણ ખરી. 

સૌથી પહેલા કોને મળશે સેવા?
સૌથી પહેલા આ સેવા એવા લોકોને મળશે કે જે શહેરમાંથી સૌથી વધુ અરજી આવી હોય. આ શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેંગલુરૂ, ચેન્નાઇ, રાંચી, પૂણે, ઇન્દોર, થાણે, ભોપાલ, લખનૌ, કાનપુર, પટના, ઇલાહાબાદ, રાયપુર, નાગપુર, ગાજિયાબાદ, લુધિયાણા, મદુરૈ, નાસિક, ફરીદાબાદ, કોઇમ્બતૂર, ગુવાહાટી, આગરા, મેરઠ, રાજકોટ, શ્રીનગર, અમૃતસર, ચંડીગઢ, જોધપુર, કોટા અને સોલાપુર. 

100 Mbpsની સ્પીડ મળશે
કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, ગીગા ફાઇબરના પ્રિવ્યૂ ઓફર અંતર્ગત યૂઝર્સને 100 Mbps ની ઇન્ટરનેટ સ્પીડ મળશે. જેમાં યૂઝર્સને દર મહિને 100 જીબી ડાટા આપવામાં આવશે. ખાસ વાત એ છે કે 100 જીબી ડાટા ખતમ થયા બાદ યૂઝર્સને વધારાનો ડાટા પણ આપવામાં આવશે. વધારાનો આ ડાટા પણ મફતમાં આપવામાં આવશે. જેમાં યૂઝર્સના એકાઉન્ટમાં 40 જીબી ડાટા અપાશે જે ટોપ અપ મારફતે મેળવી શકાશે. 

1.1 TB ડાટા મળશે મફત
રિપોર્ટ અનુસાર કંપનીનો એવો દાવો છે કે, 100 જીબી ડાટા પુરો થયા બાદ ટોપ અપથી 40 જીબી ડાટા અપાશે. પરંતુ એ બાદ પણ યૂઝર્સને ડાટાની જરૂર છે તો એ ટોપ અપ મારફતે એક મહિનામાં 25 વખત ડાટા ઉમેરી શકે છે. જીયો હાલમાં ટેસ્ટીંગ કરી રહ્યું છે. કુલ મળીને નિયત કરાયેલ આ સમય મર્યાદામાં અંદાજે 1.1 ટીબી ડાટા અપાશે. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 

જમા કરાવવી પડશે રિફન્ડેબલ ડિપોઝીટ
જીયો ગીગા ફાઇબર સર્વિસની પ્રિવ્યૂ ઓફર આમ તો મફત છે પરંતુ આ માટે યૂઝર્સે 4500 રૂપિયા આપવાના રહેશે. જોકે આ ફી રિફન્ડેબલ હશે. જીયો ગીગા ફાઇબર સાથે જીયો ગીગા ટીવી, સ્માર્ટ હોમ જેવી સર્વિસ પણ ફ્રીમાં આપવામાં આવશે. યૂઝર્સને માસિક વપરાશ માટે 4500 રૂપિયાથી વધુ કંઇ ચૂકવવાનું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news