Hero ની ધમાકેદાર ફેસ્ટિવ ઓફર, 12500 ની છૂટ અને નો-કોસ્ટ EMI ની સાથે ઘરે લાવો બાઇક્સ
Hero MotoCorp એ ભારતમાં ધમાકા ફેસ્ટિવ ઓફરની શરૂઆત કરી છે. તે બેઠળ ગ્રાહકોને નવી બાઇકની ખરીદી પર 12500 રૂપિયાના કેશ ડિસ્કાઉન્ટની સાથે અન્ય બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં તહેવારોની સીઝનની શરૂઆતની સાથે હજારો પ્રોડક્ટ પર ધમાકેડાર ડીલ્સની ઓફર મળવા લાગી છે. તેવામાં જો તમે નવી બાઇક લેવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ સૌથી સારો સમય છે. દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) એ ધમાકા ફેસ્ટિવ ઓફર્સ (Dhamaka Festive Offers) ની જાહેરાત કરી છે. તે હેઠળ ગ્રાહકોને કેશ ડિસ્કાઉન્ટની સાથે, યોગ્ય ડાઉન પેમેન્ટ, ઓછો વ્યાજ દર, લોયલ્ટી બોનસનો ફાયદો મળી શકે છે.
આ રીતે જોવામાં આવે તો તમને નવી હીરો બાઈકની ખરીદી પર 12500 રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. આવો વિસ્તારથી જાણીએ તે ફાયદા વિશે..
1. નવી બાઇકની ખરીદી પર 12,500 રૂપિયા સુધીનો ફાયદો
2. ડાઉન પેમેન્ટ 6999 રૂપિયાથી શરૂ
3. વ્યાજદર ઓછામાં ઓછો 5.55 ટકા
4. 5000 રૂપિયાનું એક્સચેન્જ લોયલ્ટી બોનસ
5. 2100 રૂપિયા સુધીની કેશ ડિસ્કાઉન્ટ ઓફર
6. કાર્ડથી પેમેન્ટ કરવા પર 7500 રૂપિયાનો લાભ
આ ફાઇનાન્શિયલ બેનિફિટ્સનો ઉઠાવો લાભ
1. કોઈ હાઇપોથેકેશન નહીં
2. ઝીરો કોસ્ટ EMI
3. કિસાન ઈએમઆઈ
4. રોકડ ઈએમઆઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે