Indian Railways: સુપરફાસ્ટ થશે યાત્રા, આ સાત રૂટ્સ પર દોડશે હાઇ સ્પીડ ટ્રેન
હવે ટ્રેનથી મુસાફરી કરનાર કોઇપણ રોમાંચથી ઓછું નથી. ભારતીય રેલવે (Indian Railways) તમને એકદમ ખાસ અને શાનદાર સફરની સેવા પુરી પાડવાનો નિર્ણય કરી ચૂકી છે. મુસાફરોને હએ હાઇ સ્પીડ ટ્રેનો (High Speed Trains) પર સવારીની ભેટ મળવાની છે.
Trending Photos
નવી દિલ્હી: હવે ટ્રેનથી મુસાફરી કરનાર કોઇપણ રોમાંચથી ઓછું નથી. ભારતીય રેલવે (Indian Railways) તમને એકદમ ખાસ અને શાનદાર સફરની સેવા પુરી પાડવાનો નિર્ણય કરી ચૂકી છે. મુસાફરોને હએ હાઇ સ્પીડ ટ્રેનો (High Speed Trains) પર સવારીની ભેટ મળવાની છે. જી હાં કેન્દ્ર સરકારે કામ કરવાનું શરૂ કરી દીધું છે.
આવી છે હાઇ સ્પીડ ટ્રેન દોડાવવાની યોજના
સૂત્રોનું કહેવું છે કે સરકારે આખા દેશમાં હાઇ સ્પીડ ટ્રેન દોડાવવાની યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટ માટે દેશભરમાં હાઇવે (Highways) અને એક્સપ્રેસવે (Expressways) સાથે-સાથે નવા ટ્રેન બનાવવામાં આવશે. તેના માટે નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) હાઇવે અને એક્સપ્રેસ વેને અડીને આવેલી જમીનનું અધિગ્રહણ કરશે. સૂત્રોએ જણાવ્યું કે NHAI એ જમીન અધિગ્રહણ (Land Aquisition) માટે 4 સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે. જે આ પ્રર્કિયાને આગળ લઇ જશે.
પહેલા તબક્કામાં આ સાત રૂટ્સમાં દોડશે હાઇ સ્પીડ ટ્રેન
જાણકારોનું કહેવું છે કે પહેલાં તબક્કામાં દેશમાં સાત રૂટ્સ બનાવવામાં આવશે. શરૂઆતી તબક્કામાં આ હાઇસ્પીડ ટ્રેન તે રૂટ્સ પર દોડશે. ભારતીય રેલવે આ રૂટ્સ પર હાઇ સ્પીડ સાથે જોડાયેલી ડીટેલ તૈયાર કરી રહ્યા છે.
આ છે રૂટ્સ:-
1. દિલ્હીથી વારાણસી (વાયા નોઇડા, આગરા, અને લખનઉ)
2. વારાણસીથી હાવડા (વાયા પટના)
3. દિલ્હીથી અમદાવાદ (વાયા જયપુર અને ઉદયપુર)
4. દિલ્હીથી અમૃતસર (વાયા ચંદીગઢ, લુધિયાણા અને જાલંધર)
5. મુંબઇથી નાગપુર (વાયા નાસિક)
6. મુંબઇથી હૈદ્બરાબાદ (વાયા પૂણે)
7. મુંબઇથી મૈસૂર (વાયા બેંગલુરૂ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે