Nhai News

FASTag Annual Pass:ક્યાંથી ખરીદી શકાય છે ફાસ્ટેગ વાર્ષિક પાસ,કેવી રીતે થશે એક્ટિવેટ?
FASTag Annual Pass: શું તમે દરરોજ હાઇવે દ્વારા મુસાફરી કરો છો અને દર વખતે ટોલ પ્લાઝા પર રૂપિયા ચૂકવવાથી તમને પરેશાની થાય છે? હવે તમારી મુશ્કેલીનો અંત આવવાનો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે એક નવી સુવિધા 'FASTag વાર્ષિક પાસ'ની જાહેરાત કરી છે, જે 15 ઓગસ્ટ 2025થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. આ પાસ એવા મુસાફરો માટે વરદાનથી ઓછો નહીં હોય જેઓ દરરોજ એક જ રૂટ પર મુસાફરી કરે છે અને ટોલ ચાર્જમાં હજારો રૂપિયા ખર્ચ કરે છે. ખાસ વાત એ છે કે આ પાસ ફરજિયાત નથી. જે યુઝર્સ તેને લેવા માંગતા નથી તેઓ હાલની FASTag સિસ્ટમ હેઠળ મુસાફરી ચાલુ રાખી શકે છે. પરંતુ જે લોકો આ પાસ અપનાવે છે તેમને ઘણા ફાયદા મળશે. ચાલો જાણીએ કે, ફાસ્ટેગનો વાર્ષિક પાસ કેવી રીતે ખરીદી શકીએ છીએ અને કેવી રીતે તે એક્ટિવ થઈ.
Aug 6,2025, 17:13 PM IST

Trending news