કપાયા બાદ ખુબ જ કિંમતી છે તમારા વાળ, જાણો એક કિલોના શું છે ભાવ

સામાન્ય રીતે વાળ કપાવવા એ સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ આ વાળનો બિઝનેશ વિશે તમે ક્યારે નહીં વિચાર્યું હોય. કપાય બાદ ખુબ જ કિંમતી હોય છે તમારા વાળ. દેશથી લઈને વિદેશ સુધી વાળનો બિઝનેશ ફેલાયેલો છે. જેનું ટર્ન ઓવર પર કરોડોમાં હોય છે.

કપાયા બાદ ખુબ જ કિંમતી છે તમારા વાળ, જાણો એક કિલોના શું છે ભાવ

દરેક વ્યક્તિ પોતાના વાળ અંગે ચિંતિત હોય છે. કોઈ વાળને કાળા કરીને તો કોઈને હાઈલાઈટ કરી પોતાની સુંદરતામાં વધારો કરતા હોય છે પરંતુ આ જ વાળ કપાય બાદ એટલા જ મૂલ્યવાન હોય છે. ભારતના કેટલાક વિસ્તારમાં તો વાળને મંદિરમાં દાન કરવાની પણ પરંપરા છે. ત્યારે દુનિયાભરમાં ભારતીય મહિલાઓના લાંબા વાળ ખુબ માંગ છે. એટલે વાળની કિંમત પણ ખુબ ઊંચી હોય છે.

દુનિયાભરમાં માથાના વાળ (hair) નો કરોડોનો બિઝનેસ (Business) છે. કપાયેલા વાળના એક કિલોના ભાવ હજારો રૂપિયા  હોય છે. જેમાં ખાસ કરીને ભારતીય મહિલાઓના લાંબા વાળની ખાસ ડિમાન્ડ રહેતી હોય છે. જેથી આ વાળ ભારતથી ચીન, મલેશિયા, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, બર્મા સહિતના દેશમાં મોકલવામાં પણ આવે છે.

કપાયેલા વાળ પણ છે ખુબ જ કિંમતી
ભારતમાં બાબરી ઉતારવી અને મંદિરોમાં વાળ ચડાવવાની પરંપરા હોય છે. સાથે સલૂનમાં વાળ કપાયા બાદ મોટો પ્રમાણમાં જથ્થો એકઠો થતો હોય છે. ત્યારે સવાલ એ થાય આખરે તો વાળનું શું થાય છે. તો જાણી લો કે  આ વાળ દુનિયાભરમાં બિઝનેશ ફેલાયેલો છે. દેશભરમાંથી એકઠા થયેલા વાળને વેચવામાં આવે છે. ગામડા હોય કે શહેર તમામ જગ્યાએ મહિલાઓ પોતાના ઉતરતા વાળ એકઠા કરે છે અને પછી તેને વેચી નાખે છે.

વાળનો ઉપયોગ શેમાં થાય છે?
કપાયેલા કે ચડાવેલા વાળને ફેક્ટરીમાં એકઠા કરવામાં આવે છે. જેમાં વાળને અલગ અલગ કર્યા બાદ ધોઈને સૂકવવામાં આવે છે. અને પછી તેને વિદેશમાં વેચવામાં આવે છે. વિદેશમાં આ કુદરતી વાળની ખુબ જ ડિમાન્ડ છે. તેમાંથી વિગ બનાવવામાં આવે છે. અને તેના ઊંચી કિંમતે વેચવામાં આવે છે.

1840થી થઈ હતી વાળના વેપારની શરૂઆત
વાળના વ્યવસાયની શરુઆત ક્યારે થઇ તેની ચોક્કાસ માહિતી નથી. પરંતુ એક અંદાજ મુજબ  વર્ષ 1840થી વાળનો વેપાર શરૂ થયો હતો. તે સમયે ફ્રાન્સના મેળામાં વાળ ખરીદવામાં આવતા હતા. ઘણા મેળાઓમાં તો છોકરીઓ તેના વાળની હરાજી કરતી હતી. આમ ધીરે ધીરે પછી વાળનો બિઝનેશ ઊભો થયો. માગ વધતી ગઈ તેમ વાળનો વેપાર પણ વધતો ગયો.

આઝાદી પહેલાથી ચાલે છે વાળનો વેપાર
ભારતમાં વાળનો વ્યાપાર આઝાદી પહેલાથી ચાલી રહ્યો હોવાના પુરાવા મળી આવે છે. ભારતીય મહિલાઓના વાળની માર્કેટમાં ખુબ જ ઊંચી કિંમત મળે છે. એટલે જ ભારતથી ચીન, મલેશિયા, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, બર્મા સહિતના દેશમાં વાળ મોકવામાં આવે છે. વેપાર માટે મોટા ભાગનો વાળનો જથ્થો મંદિરમાંથી મળે છે.

હજારોમાં મળે છે વાળના ભાવ
એક રિપોર્ટ મુજબ વાળની ​​કિંમત તેના કદ અને ગુણવતાના આધારે નક્કી થતા હોય છે. જેમાં કુદરતી વાળની કિંમત વધારે મળે છે. વાળ સરેરાશ 7-8 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જો કે લાંબા વાળના એક કિલોના 25 હજાર રૂપિયા પણ મળી શકે છે. દુનિયામાં વાળનો 22 હજાર 500 કરોડનો બિઝનેસ છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news