રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, ભાજપની ફરિયાદ પર દિલ્હી પોલીસે દાખલ કરી FIR
સંસદમાં આજે સવારે થયેલા ધક્કામુક્કી કાંડનો મુદ્દો સતત ચર્ચામાં છે. આ ઘટના બાદ ભાજપની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સંસદ પરિસરમાં ધક્કામુક્કી કાંડને લઈને દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ભાજપની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ધક્કામુક્કીમાં તેના બે સાંસદોને ઈજા થઈ, જે આરએમએલ હોસ્પિટલમાં દાખલ છે.
ભાજપની અનુસૂચિત જનજાતિ મહિલા સાંસદે રાહુલ ગાંધીના અશોભનીય વ્યવહારની ફરિયાદ રાજ્યસભા ચેરમેનને કરી છે. તો ભાજપ અને કોંગ્રેસ, બંનેએ એકબીજાના સાંસદો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ હત્યાના પ્રયાસથી લઈને ભારતીય ન્યાય સંહિતાની 6 અન્ય ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે.
રાહુલ ગાંધી વિરુદ્ધ BNS ની આ કલમો હેઠળ ફરિયાદ
કલમ 109- હત્યાનો પ્રયાસ
કલમ 115- સ્વેચ્છાથી ઈજા પહોંચાડવી
કલમ 117- સ્વેચ્છાથી ગંભીર ઈજા પહોંચાડવી
કલમ 121- સરકારી કર્મચારીઓને તેના કર્તવ્યથી વિચલિત કરવા માટે ઈજા પહોંચાડવી
કલમ 351- ક્રિમિનલ ધમકી
કલમ 125- બીજાની સુરક્ષા ખતરામાં પાડવી
શું થયું સંસદમાં
ગુરુવારે સંસદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંબેડકર મુદ્દે ઘર્ષણ થયું જે દરમિયાન ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ઈજા થઈ. સારંગીને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાયા અને અનેક મોટા મંત્રીઓ અને નેતાઓ જેમ કે પિયુષ ગોયલ, પ્રહ્લાદ જોશી વગેરે તેમને મળવા પહોંચ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે