Oversleeping: જો તમે 8 કલાકથી વધુ ઉંઘ લો છો, તો જાણો તેના ગેરફાયદાઓ

સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી માનવામાં આવે છે. રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે અને તમે દિવસભર તાજગી અનુભવો છો. પરંતુ ઘણા લોકો 7 કે 8 કલાકથી વધુ ઊંઘ લે છે

Oversleeping: જો તમે 8 કલાકથી વધુ ઉંઘ લો છો, તો જાણો તેના ગેરફાયદાઓ

Oversleeping Side Effects: સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી માનવામાં આવે છે. રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે અને તમે દિવસભર તાજગી અનુભવો છો. પરંતુ ઘણા લોકો 7 કે 8 કલાકથી વધુ ઊંઘ લે છે, જે તદ્દન હાનિકારક સાબિત થઈ શકે છે. લાંબા સમય સૂવાથી (મોડા સુધી ઉંઘવાના નુકસાન) તમારા શરીરને ઘણા નુકસાન પહોંચાડી શકે છે. જો તમે નિયમિત રીતે 8 કલાકથી વધુ ઊંઘ લો છો તો તમને ઘણાં નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ આ ગેરફાયદાઓ વિશે

હાર્ટ પ્રોબ્લેમ: એક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે 8 કલાકથી વધુ ઉંઘવાથી લોકોને કોરોનરી હાર્ટ ડિસીઝનો ખતરો બે ગણો વધી જાય છે.

માથાનો દુખાવો: મોડા સુધી ઉંધવાથી મગજ પર ઉંધી અસર પડે છે. તેનાથી આપને માથાના દુખાવાની તકલીફ થઈ શકે છે.

ડિપ્રેશન: મોડા સુધી ઉંધવાથી આપને ડિપ્રેશનની તકલીફ પણ થઈ શકે છે. આ સિવાય આપને તણાવનો સામનો પણ કરવો પડી શકે છે.

મોટાપા: જ્યારે આપ સુતા હોવ છો ત્યારે આપની શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે. જે કારણે આપના શરીરમાં કેલિરીઝ વધી જાય છે. જે કારણે આપનુ વજન પણ વધી શકે છે. આ સિવાય આપને હાઈ બ્લડ પ્રેશર અને સુગરની સમસ્યા વધી શકે છે.

ડાયબિટીસ: એક શોધ પ્રમાણે આ વાત સાબિત થઈ છે કે જે લોકો રોજ 8 કલાકથી વધુ ઉંઘ લે છે તેઓને ડાયબિટીસ થવાની બે ગણી સંભાવના છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news