શેર બજારમાંથી બહાર થશે આ કંપની, રિલેટ ઈન્વેસ્ટરોનો વિરોધ, શેરમાં ભૂકંપ

બ્રોકિંગ કંપનીના શેરધારકોએ 27 માર્ચે કંપનીના શેર બજારમાંથી પોતાના શેર હટાવવા અને તેને મૂળ કંપની ICICI બેન્કની પૂર્ણ માલિકીવાળી સબ્સિડિયરી કંપની બનાવવાના પ્રસ્તાવ પર મતદાન કર્યું છે. 

શેર બજારમાંથી બહાર થશે આ કંપની, રિલેટ ઈન્વેસ્ટરોનો વિરોધ, શેરમાં ભૂકંપ

નવી દિલ્હીઃ ICICI સિક્યોરિટીઝે શેર બજારને પોતાના શેર હટાવવા અને ત્યારબાદ મૂળ કંપની ICICI બેન્કમાં વિલય માટે લગભગ 72 ટકા શેરધારકો પાસેથી મંજૂરી મળી ગઈ છે. પરંતુ મોટા ભાગના રિટેલ ઈન્વેસ્ટરોએ આ યોજનાનો વિરોધ કર્યો છે. આ સમાચાર વચ્ચે ICICI સિક્યોરિટીઝના શેરમાં ભૂકંપ આવી ગયો અને ઈન્વેસ્ટરો વેચીને બહાર નિકળવા લાગ્યા છે.

ICICI સિક્યોરિટીઝે એ શું કહ્યું
ICICI સિક્યોરિટીઝે શેર બજારને આપેલી માહિતીમાં કહ્યું કે 83.8 ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટરોએ યોજનાના પક્ષમાં મતદાન કર્યું છે, જ્યારે 67.8 બિન-સંસ્થાગત ઈન્વેસ્ટરોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું છે. કુલ મળી 72 ટકા જાહેર શેરધારકોએ શેર બજારમાંથી હટવાની યોજનાના પક્ષમાં મતદાન કર્યું છે. બ્રોકિંગ કંપનીના શેરધારકોએ 27 માર્ચે કંપનીના શેર માર્કેટમાંથી હટાવવા અને મૂળ કંપની ICICI બેન્કની સંપૂર્ણ માલિકીવાળી સબ્સિડિયરી કંપની બનાવવાના પ્રસ્તાવ પર મતદાન કર્યું છે. 

ડી-લિસ્ટિંગ પ્રસ્તાવને લઈને વિવાદ વચ્ચે ICICI બેન્કે સ્પષ્ટ કર્યું કે તે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝની પ્રસ્તાવિત ડીલિસ્ટિંગ યોજનાને સમજાવવા માટે દરેક ઈક્વિટી શેરધારક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. 

શેરની સ્થિતિ
આ જાહેરાત બાદ ICICI સિક્યોરિટીઝનો શેર 4.2 ટકાના ઘટાડા સાથે 710 રૂપિયા પર આવી ગયો છે. બાદમાં નુકસાનની કેટલીક ભરપાઈ કરતા તે પાછલા ભાવથી 1.63 ટકાના ઘટાડા સાથે 729 રૂપિયા પર બંધ થયો. આ વચ્ચે આઈસીઆઈસીઆઈ બેન્કના શેર પર ઈન્વેસ્ટરો તૂટી પડ્યા હતા. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે આ શેર એક ટકાના વધારા સાથે 1095.85 રૂપિયા પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન આ શેરની કિંમત 1105.10 રૂપિયા સુધી પહોંચી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news