ચલણી નોટ પર કંઈ લખેલું હોય તો તે માન્ય રહે કે નહીં ? જાણો શું કહે છે નિયમ

Bank Note Rule: ચલણી નોટ ઉપર પેન વડે લખાણ લખેલા હોય તો ઘણા લોકો નોટ સ્વીકારવાની ના કહી દે છે. જેના કારણે ઘણી વખત દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પણ બોલાચાલી થઈ જાય છે. તેવામાં લોકો વચ્ચે પ્રશ્ન ઊભો થાય છે કે આ પ્રકારે કોઈ નોટ ઉપર લખાણ લખેલું હોય તો તે માન્ય હોય કે નહીં ? 

ચલણી નોટ પર કંઈ લખેલું હોય તો તે માન્ય રહે કે નહીં ? જાણો શું કહે છે નિયમ

Bank Note Rule: ઘણી વખત નાણાકીય વ્યવહાર દરમિયાન હાથમાં એવી ચલણી નોટ આવી જાય છે જેના ઉપર ફોન નંબર કોઈ નામ કે અન્ય વસ્તુઓ લખેલી હોય. ચલણી નોટ ઉપર પેન વડે આ પ્રકારના લખાણ લખેલા હોય તો ઘણા લોકો નોટ સ્વીકારવાની ના કહી દે છે. જેના કારણે ઘણી વખત દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પણ બોલાચાલી થઈ જાય છે. તેવામાં લોકો વચ્ચે પ્રશ્ન ઊભો થાય છે કે આ પ્રકારે કોઈ નોટ ઉપર લખાણ લખેલું હોય તો તે માન્ય હોય કે નહીં ? 

આ પણ વાંચો: 

આ પ્રકારના પ્રશ્નો વાઇરલ થઈ રહ્યા છે. તેના જવાબમાં કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારની નોટ માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નવા દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ પ્રકારના વાઇરલ તથ્યોનો સાચો જવાબ એ છે કે કોઈપણ ચલણી નોટ ઉપર લખાણ હોય તો તે અમાન્ય નથી થતી. આવી નોટ માન્ય મુદ્રા જ રહે છે. 

ભારતીય રિઝર્વ બેંકની ક્લીન નોટ પોલિસી છે પરંતુ એ અંતર્ગત લોકોને અનુરોધ કરવામાં આવે છે કે કરંસી નોટ ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ કરીને તેને ખરાબ ન કરે. ચલણી નોટ ઉપર કોઈ પણ જાતનું લખાણ હોવાથી તેની આવરદા ઓછી થઈ જાય છે. બાકી તે અમાન્ય નથી થઈ જતી. તે માન્ય ચલણમાં જ રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news