PFના પૈસા હવે મેળવી શકાશે બે અઠવાડિયામાં જ, આ રહ્યો રસ્તો

ઇપીએફઓએ ચાર કરોડથી વધારે પેન્શનધારકોને ઓનલાઇન પીએફ ક્લેમની સુવિધા આપી છે 

PFના પૈસા હવે મેળવી શકાશે બે અઠવાડિયામાં જ, આ રહ્યો રસ્તો

નવી દિલ્હી : ઇપીએફ એટલે કે એમ્પ્લોઇ પ્રોવિડંટ ફંડના પૈસા પગારમાંથી કપાતા હોય છે. દર મહિને પગારદારની બેસિક સેલરીમાંથી 12% પીએફ કાપવામાં આવે છે. આ હિસ્સો પગારદાર અને સંસ્થા બંને તરફથી જમા કરવામાં આવતો હોય છે. આ સિવાય ત્રીજો હિસ્સો પેન્શન ફંડ તરીકે જમા કરવામાં આવે છે. એક જ જગ્યા પર લાંબો સમય નોકરી કરનાર વ્યક્તિના પીએફ એકાઉન્ટમાં સારી એવી રકમ જમા થઈ જતી હોય છે. જોકે પીએફ કાઢવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હોય છે. જોકે ઓનલાઇન અરજી કરીને બે મહિનામાં પીએફ કાઢી શકાય છે. જોકે નિવૃ્ત્તિ્ પહેલાં પીએફના પૈસા કાઢવામાં આવે તો સરકાર ટીડીએસ કાપે છે. 

ઓનલાઇન કરો અરજી
હવે તમે ઘરે બેસીને ઇપીએફ કાઢવા માટે અરજી કરી શકો છો. હકીકતમાં ઇપીએફઓએ 4 કરોડથી વધારે પેન્શનધારકોને ઓનલાઇન પીએફ ક્લેમની સુવિધા આપી છે. ઓલાઇન પીએફ કાઢવાની સુવિધાને કારણે હવે ઇપીએફ ઓફિસના ધક્કા નહીં ખાવા પડે અને બે અઠવાડિયાની અંદર જ તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે. 

આવી રીતે કરો અરજી
પીએફ કાઢવા માટે ઇપીએફઓની વેબસાઇટ પર જવું પડશે. ઇપીએફઓની વેબસાઇટ પર જઈને ફોર્મ 31,19 અને 10 સીનો વિકલ્પ મળશે. આમાં તમારે તમારી જરૂરિયાત પ્રમાણે ફોર્મ સબમિટ કરવું પડશે. જોકે ફોર્મ ભરતા પહેલાં તમામ વિગતો સારી રીતે તપાસીને કેવાયસી અપડેટ કરાવવું પડશે. 

એપથી પણ કરી શકશો અરજી
પીએફ કાઢવાની પ્રક્રિયા તમે ઉમંગ એપથી પણ પુરી કરી શકો છો. જો આ દરમિયાન તમને ફોર્મ સબમિટ કરવામાં સમસ્યા આવી રહી હોય તો તમારે કેવાયસી અપડેટ કરાવવું પડશે. કેવાયસી અપડેટ નહીં હોય તો તમે ફોર્મ સબમિટ નહીં કરાવી શકો. KYC સબમિટ કરાવ્યા પછી તમારે એકાઉન્ટ નંબર આપવો પડશે. આ સાથે તમારે પેન, આધાર તેમજ યુએએન નંબર રજિસ્ટર્ડ કરાવવો પડશે. ફોર્મ જમા કરાવ્યા બાદ બે અઠવાડિયાની અંદર પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news