મહારાણા પ્રતાપ કેમ પોતાની પાસે રાખતા હતા બે તલવારો? જાણો છત્રપતિ શિવાજીની તલવારની કહાની

યુદ્ધમાં જાય ત્યારે કેમ પોતાની પાસે બે તલવાર રાખતા હતા મહારાણા પ્રતાપ? શું તમે શિવાજી મહારાજની ત્રણ તલવારોના નામ જાણો છો? જાણો ભારતના બે મહાન યૌદ્ધાઓની તલવારની દાસ્તાન...

મહારાણા પ્રતાપ કેમ પોતાની પાસે રાખતા હતા બે તલવારો? જાણો છત્રપતિ શિવાજીની તલવારની કહાની

નવી દિલ્લીઃ પહેલાંના સમયમાં તલવાર એ યૌદ્ધાનું સૌથી મહત્ત્વનું હથિયાર ગણાતું હતું. મોટા મોટા રાજા-મહારાજાઓ પણ પોતાની પાસે તલવાર રાખતા હતા. અને તલવાર લઈને જ તેઓ પોતાની સેના સાથે યુદ્ધ મેદાનમાં એટેલેકે રણભૂમિમાં ઉતરતા હતાં. ત્યારે આ આર્ટિકલમાં વાત કરીશું ભારતના એવા બે મહાન યૌદ્ધાઓની અને તેમની તલવારોની જેમનું નામ ઈતિહાસમાં સદાય સોનેથી મઢેલું રહેશે. જ્યારે જ્યારે ભારત દેશની વાત આવશે, જ્યારે જ્યારે બલિદાનની વાત આવશે, જ્યારે જ્યારે યુદ્ધ અને યૌદ્ધાઓની વાત આવશે, જ્યારે જ્યારે વિરતાની વાત આવશે ત્યારે એ બન્ને યૌદ્ધાઓનું નામ તમારે અચુક લેવું પડશે. ભારતના આ બે મહાન યૌદ્ધાઓનું નામ છે છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ. હવે વાત કરીએ તેમની તલવારો અને તેની સાથે જોડાયેલી કહાનીની...
 
શું છે શિવાજી મહારાજની ત્રણ તલવારોની કહાની?
શિવાજી મહારાજ પાસે 3 તલવાર હતી જેના નામ ભવાની,તુલજા અને જગદંબા હતું.માનવામાં આવે છે કે ભવાની તલવાર શિવાજીને માતા ભવાનીએ પ્રગટ થઈને આપી હતી.તુલજા તલવારને શિવાજીના પિતા સયાજી મહારાજે શિવાજીને આપી હતી.જગદંબા તલવારની વાત થોડી લાંબી છે.શિવાજી  મહારાજ 7 માર્ચ 1659ના દિવસે કોંકણના પ્રવાસે હતા ત્યારે મહારાજના એક યોદ્ધા અંબાજી સાવંતે એક સ્પેનના જહાજ પર હુમલો કરી દીધો હતો.જહાજથી તેમને પોર્ટુગલના સેનાપતિ ડેસોડ ફન્ડાન્ડીસની એક તલવાર મળી ત્યાર બાદ 16 માર્ચે મહાશીવરાત્રીના દિવસે શિવાજી માહારાજ મહાદેવના  દરબારમાં પધાર્યા હતા તે સમયે અંબાજી સાવંતના પુત્ર કિષ્ણાજીએ શિવાજીને આ તલવાર ભેટમાં આપી હતી.

શું તમે રત્નજડિત તલવાર વિશે જાણો છો?
આ એટલી અદ્ભૂત તલવાર હતી કે જેને જોઈને શિવાજીએ આદેશ કર્યો કે મારી સેનાના દરેક સૈનિકને આવી જ તલવાર આપવામાં આવે.ત્યાર બાદ સ્પેનના એક રાજાને આવી જ તલવારો  બનાવીને મોકલાવવા માટે આદેશ કરાયો હતો.સ્પેનના ડોલેન્ડ શહેરમાંથી એવી જ તલવારોનો જથ્થો મહારાજના દરબારમાં હાજર કરવામાં આવ્યો. આ તલવારોની સાથે સ્પેનના રાજાએ શિવાજી મહારાજ માટે રત્નોથી જડેલી એક તલવાર મોકલી આ તલવારને શિવાજીએ જંગદંબા નામ  આપ્યું.મહારાજની જગદંબા તલવારને અંગ્રેજો ઈગ્લેન્ડ લઈ ગયા.બીજી બે તલવાર બ્રિટનમાં હોવાની વાત સામે આવી હતી.ભારત સરકાર ઘણી વખત આ તલવાર માગી પણ બ્રિટને આ તલવાર ન હોવાની વાત છે.

મહારાણા પ્રતાપની તલવારની કહાનીઃ
મહારાણા પ્રતાપ જ્યારે પણ યુદ્ધમાં ઉતરે ત્યારે તે પોતાની સાથે બે તલવાર રાખતા હતા.યુદ્ધમાં કોઈ શત્રુ તલવાર વગર હોય તો મહારાણા પ્રતાપ તેમની બીજી તલવાર શત્રુને આપતા હતા.મહારાણા પ્રતાપ હથિયાર વગરના યોદ્ધા પર પ્રહાર કરતા ન હતા.મહારાણા પ્રતાપ પાસે ખૂબ હથીયારો હતા  પરતુ મેવાડના રાણાઓની ખાનદાની તલવાર કે જેનાથી રાણાસાંગાથી લઈને મહારાણા પ્રતાપે યુદ્ધ કર્યા.આ તલવારનુ વજન 45 કિલો હતું.આ તલવારને ઉદેપુરના મ્યુઝયમમાં મુકવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news