નવતર પ્રયોગ! મતદાન કરનારને હોટલ, રેસ્ટોરન્ટ અને આઈસ્ક્રીમ પાર્લર પર તગડું ડિસ્કાઉન્ટ

ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલ રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો,આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણીના વેપારીઓ બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

નવતર પ્રયોગ! મતદાન કરનારને હોટલ, રેસ્ટોરન્ટ અને આઈસ્ક્રીમ પાર્લર પર તગડું ડિસ્કાઉન્ટ

Loksabha Election 2024: આગામી લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલ રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો,આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણીના વેપારીઓ બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

મતદાન કરીને રેસ્ટોરન્ટ, આઇસ્ક્રીમ પાર્લર અને ફરસાણ ની દુકાને પોતાનો મતદાન કર્યાનું કાળુ ટપકું બતાવી મતદારો લાભ મેળવી શકશે. ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીએ વેપારીઓની બેઠક બોલાવી વધારે મતદાન માટે સહયોગ આપવા અપીલ કરી હતી. 

હોટલ લીલા, હોટલ ફોર્ચ્યુન, કામધેનુ રેસ્ટોરન્ટ, રાધે સ્વીટ એન્ડ ફરસાણ, મીઠાઈ એન્ડ ફરસાણ એસોસિએશન, તૃપ્તિ આઈસ્ક્રીમ પાર્લર, વૈષ્ણવ પાણીપુરી સહિત 70 થી વધુ વેપારીઓ સહયોગ આપવા સહમતી બતાવી છે. આગામી સમયમાં હજુ વધુ વેપારીઓ જોડાય એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

વેપારીઓ પણ લોકશાહીના પર્વને ઉજવવા માટે ઉત્સુકતાથી પોતે જોડાયા હોવાની વાત કરી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news