'નામદાર'ના તું તડાકનો 'કામદારે' કેવી રીતે આપ્યો જવાબ? શું છે વારસાગત ટેક્સની માથાકૂટ?
મધ્ય પ્રદેશના મોરેનામાં રેલી સંબોધતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવો ધડાકો કર્યો જેના કારણે કોંગ્રેસમાં અને દેશની રાજનીતિમાં ઘમાસાણ મચી ગયું છે.જે વારસાગત કર એટલે કે, ઈન્હેરિટન્સ ટેક્સના સેમ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ બચાવ કરતી હતી તે જ ટેક્સને લઈને વધુ એક મોટો ખુલાસો થયો છે.
Trending Photos
Loksabha Election 2024: વારસાગત સંપત્તિના સેમ પિત્રોડાના નિવેદન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી મોટો ધડાકો કરી દીધો છે. પ્રધાનમંત્રીએ ગુરુવારે મધ્ય પ્રદેશમાં એવો ખુલાસો કર્યો જે કદાચ દેશ અત્યાર સુધી અજાણ હતો. જી હાં, તમે કદાચ એ વાતથી અજાણ હશો કે, પહેલાં આપણાં દેશમાં પણ વારસાગત ટેક્સની યોજના હતી. એટલે કે, ઈન્હેરિટન્સ ટેક્સનો કાયદો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દાવા પ્રમાણે આ ટેક્સ રાજીવ ગાંધીએ હટાવ્યો અને એટલા માટે હટાવ્યો કે, ઈન્દિરા ગાંધીની તમામ સંપત્તિ રાજીવ ગાંધીને મળી રહે. અને થયું પણ એવું જ.
એવું સત્ય જેનાથી કોંગ્રેસમાં મચી ગયું ઘમાસાણ...
જી હાં, મધ્ય પ્રદેશના મોરેનામાં રેલી સંબોધતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવો ધડાકો કર્યો જેના કારણે કોંગ્રેસમાં અને દેશની રાજનીતિમાં ઘમાસાણ મચી ગયું છે.જે વારસાગત કર એટલે કે, ઈન્હેરિટન્સ ટેક્સના સેમ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ બચાવ કરતી હતી તે જ ટેક્સને લઈને વધુ એક મોટો ખુલાસો થયો છે.
શું હતો આખો મામલો?
- ઈન્દિરા ગાંધીના નિધન બાદ તેમની સંપત્તિ રાજીવ ગાંધીને મળવાની હતી
- દેશમાં તે સમયે વારસાગત કરનો કાયદો લાગુ હતો
- કાયદા પ્રમાણે ઈન્દિરા ગાંધીની અડધી સંપત્તિ સરકાર હસ્તગત થવાની હતી
- તત્કાલિન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કાયદો હટાવી નાખ્યો
- પોતાની સંપત્તિ પોતાની પાસે રાખવા ઈન્હેરિટન્સ કાયદો હટાવ્યો
- પોતાના પર આવ્યું તો કાયદો જ હટાવી દીધો
- હવે કોંગ્રેસ ફરીથી એ કાયદો પાછો લાવવા માગે છે
રાજીવ ગાંધીએ જે કાયદો હટાવ્યો હતો, કોંગ્રેસે કર્યો તેનો સ્વીકાર!
કોંગ્રેસ માટે આ સૌથી નિરાશાજનક તથ્ય છે જે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલાં જ સામે આવ્યું છે..જોકે, નોંધનીય વાત એ છેકે, રાજીવ ગાંધી દ્વારા જે કાયદો હટાવવામાં આવ્યો તેનો સ્વીકાર ખુદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કર્યો..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યો. સૌથી પહેલાં તમે રાહુલ ગાંધીનું એ ભાષણ સાંભળો જેમાં તેઓ પ્રધાનમંત્રીને તુકારો કરીને સંબોધી રહ્યા છે.આ જ નિવેદનને પ્રધાનમંત્રી મોદીએ પોતાના પ્રચારનું હથિયાર બનાવી લીધું. અને કહ્યું કે, એ તો નામદાર છે આપણી જેવા કામદારોને ગાળો આપી શકે.
લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભાષાઓનું સ્તર દિવસેને દિવસે ઘટી રહ્યું છે. એવામાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીની મુસ્લિમો અંગેની ટિપ્પણી અને રાહુલ ગાંધીની અર્યાદિત સંબોધન પર અલગ અલગ ફરિયાદ કરવામાં આવી હતી. જેના પ્રત્યુતરમાં ચૂંટણી પંચે બંને પક્ષોને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે. જોકે, પ્રધાનમંત્રી મોદીના આ નવા આરોપ બાદ કોંગ્રેસ જરૂરથી બેકફૂટ પર જતી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે