BSNLને ફરી મજબૂત કરશે સરકાર, PMOમાં આજે મહત્વની બેઠક

સંકટનો સામનો કરી રહેલી સાર્વજનિક ક્ષેત્રની દુરસંચાર કંપની ભારત સંચાર નિગમ લિમિટેડની કાયાકલ્પ કરવા માટે સરકાર તસફથી સતત પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. ગુરૂવાર બપોર બાદ વડાપ્રધાન મંત્રી કાર્યાલયમાં મહત્વની બેઠક યોજાશે

BSNLને ફરી મજબૂત કરશે સરકાર, PMOમાં આજે મહત્વની બેઠક

નવી દિલ્હી: સંકટનો સામનો કરી રહેલી સાર્વજનિક ક્ષેત્રની દુરસંચાર કંપની ભારત સંચાર નિગમ લિમિટેડની કાયાકલ્પ કરવા માટે સરકાર તસફથી સતત પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. ગુરૂવાર બપોર બાદ વડાપ્રધાન મંત્રી કાર્યાલયમાં મહત્વની બેઠક યોજાશે. આઆ બેઠકમાં બીએસએનએલના રિવાઇવલ પ્લાન પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા મુખ્ય સચિવ પીકે મિશ્રા કરશે. જ્યારે પુનર્ગઠન પર અંતિમ નિર્ણય એમટીએનએલ સાથે વાતચીત કર્યા બાદ લેવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, સરકાર કર્મચારીઓ માટે આકર્ષક વીઆરએસ પ્લાન પર કામ કરી રહી છે. તાજેતરમાં, BSNL તેના કર્મચારીઓને ઓગસ્ટ માસનું પણ પણ ચૂકવી દીધુ છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પીકે પુરવારે જણાવ્યું હતું કે, ચુકવણી આતંરિક, સંસાધનોથી કરવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે, સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપનીઓ મહાનગર ટેલીફોન નિગમ લી. અને બીએસએનએલ સતત ખોટમાં જઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી બંને કંપનીઓ તેમના કર્મચારીઓને વેતન પણ મહામુશ્કેલીથી આપી રહી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news