રેલવેના મુસાફરો માટે મોટા ખુશખબર, રોજ મુસાફરી કરતા લોકોને થશે ખુબ ફાયદો

સતત મુસાફરોની સુવિધા પર કામ કરી રહેલા રેલવે મંત્રાલય તરફથી મુસાફરો માટે વધુ એક સારા સમાચાર આવ્યાં છે.

રેલવેના મુસાફરો માટે મોટા ખુશખબર, રોજ મુસાફરી કરતા લોકોને થશે ખુબ ફાયદો

નવી દિલ્હી/મુંબઈ: સતત મુસાફરોની સુવિધા પર કામ કરી રહેલા રેલવે મંત્રાલય તરફથી મુસાફરો માટે વધુ એક સારા સમાચાર આવ્યાં છે. રેલવેના નવા ફેરફારનો ફાયદો સીધો મુંબઈની હાર્બર લાઈન અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તથા પનવેલ વચ્ચે પ્રવાસ કરનારા 12 લાખ મુસાફરોને થશે. જો તમે પણ આ રૂટ પર મુસાફરી કરો છો તો તમને આ સમાચાર ખુશ કરી દેશે. સેન્ટ્રલ રેલવે (CR) તરફથી મુંબઈ અને નવી મુંબઈને જોડનારી આ લાઈન પર જલદી ટ્રેનની ઝડપમાં વધારો થવાનો છે.

હાલ 80 કિમી પ્રતિ કલાકની ઝડપ
સેન્ટ્રલ રેલવે હાલ 80 કિમી પ્રતિ કલાકની સ્પીડ વધારીને 105 કિમી પ્રતિ કલાક કરવા જઈ રહ્યું છે. સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેઝર એસ કે જૈને જણાવ્યું કે અમે આ અંગે મંજૂરીની રાહ જોઈ રહ્યાં છીએ. લોકલ ટ્રેનની ઝડપ વધવાથી મુસાફરોનો આવવા-જવાનો સમય બચશે. હાલના સમયમાં સ્થિતિ સામાન્ય રહેતા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી પનવેલ પહોંચવા માટે લગભગ દોઢ કલાકનો સમય લાગે છે.

હાર્બર લાઈન પર ઝડપ વધારવાનો નિર્ણય
જો ટ્રેક પર કોઈ ખરાબી આવી જાય તો તે સમય વધીને 2 કલાક સુધીનો થાય છે. આવામાં જો લોકલની ઝડપ વધારે હોય તો રોજબરોજ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે તે કોઈ વરદાનથી ઓછુ નહીં હોય. એસ કે જૈને જણાવ્યું કે મુસાફરોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે લોકલના સમયમાં સુધારો લાવવા માટે રેલવે મેનેજમેન્ટ દ્વારા અનેક મોટા પગલાં લેવામાં આવ્યાં છે. અમે હાર્બર લાઈન પર સેવાઓની ઝડપ વધારવાનો નિર્ણય લીધો છે.

બધુ જો બરાબર રહ્યું તો લોકલની ઝડપ આગામી 3 મહિનામાં વધે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. આ માટે ટ્રેકનું રિપેરિંગ કાર્ય પણ પૂરું કરી લેવાયું છે. ઝડપ વધ્યા બાદ દોઢ કલાકનું અંતર 1 કલાક 10 મિનિટમાં કપાઈ જશે.

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news