Indian Railway Rules: ટ્રેનમાં આંખો મીંચીને સુતા પહેલાં જાણી લો આ નિયમ, નહીં તો થશે ડખો

જો તમે ટ્રેનમાં સફર કરો છો તો તમને ખબર હશે કે અનેક વાર નીચેની બર્થ પર સુવા મામલે વિવાદ થઈ જાય છે. લોઅર બર્થ પરના મુસાફરો અનેક વાર મોડે સુધી સુતા રહેતા હોવાથી પરેશાની થાય છે. એવામાં તમારે ભારતીય રેલનો આ નિયમ જાણવો જરૂરી છે.

Indian Railway Rules: ટ્રેનમાં આંખો મીંચીને સુતા પહેલાં જાણી લો આ નિયમ, નહીં તો થશે ડખો

નવી દિલ્લીઃ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ભારતીય રેલવેએ કેટલાક નિયમો બનાવ્યા છે. ખાસ કરીને બર્થના ઉપયોગ માટે ખાસ નિયમો  બનાવેલા છે. એટલે મુસાફરી કરતા પહેલા તેને જાણવા ખાસ જરૂરી છે. તમને અનુભવ હશે કે ઘણીવાર ટ્રેનમાં તમને મનપસંદ બર્થ નથી મળતી અને ઘણીવાર મિડલ બર્થના કારણે વિવાદ થાય છે. એવામાં તમારે નિયમો જાણવા જરૂરી છે

નિયમ જાણી લો-
ટ્રેનમાં સફર દરમિયાન ઘણીવાર એવું થાય છે, લોકોને મિડલ બર્થ લેવી પસંદ નથી. કારણ કે લોઅર બર્થ પર મોટા ભાગે લોકો મોડી રાત સુધી બેઠાક રહે છે. જેના કારણે મિડલ બર્થના મુસાફરો સુઈ નથી શકતા. એવું પણ થાય છે કે ઘણીવાર મિડલ બર્થ વાળા મુસાફરો સફર શરૂ થતા જ પોતાની બર્થ ખોલી દે છે, જેનાથી લોઅર બર્થ પર બેસેલા યાત્રિકોને પરેશાન થાય છે. એવામાં તમે જો આ નિયમ જાણી લેશો તો આસાની રહેશે.

આ છે મિડલ બર્થ ખોલવાનો સમય-
ભારતીય રેલવેએ મિડલ બર્થ ખોલવાનો સમય નિર્ધારિત કર્યો છે. મિડલ બર્થ વાળા યાત્રિક રાત્રે દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી પોતાની બર્થ પર સુઈ શકે છે. જો મિડલ બર્થનો યાત્રિક 10 વાગ્યા પહેલા બર્થ ખોલે છે તો, તમે તેને રોકી શકો છો. આ જ રીતે તો તમારી મિડલ બર્થ છે અને લોઅર બર્થ વાળો મુસાફર તમને ખોલવાથી રોકો છો તે તમે પોતાની બર્થ ખોલી શકો છો.

આટલા વાગ્યા પછી TTE નહી કરે શકે હેરાન-
મહત્વનું છે કે, સવારે છ વાગ્યા બાદ મિડલ બર્થ વાળા મુસાફરે પોતાની બર્થ નીચી કરવી જરૂરી છે. જેથી લોઅર બર્થ વાળા મુસાફરો બેસી શકે. અને આ જ રીતે લોઅર બર્થ વાળા મુસાફરોએ પણ પોતાની સીટ પરથી ઉભા થઈને બેસવું પડશે. જો એ આવું ન કરે તો તમે નિયમનો હવાલો આપી શકો છો.

સાથે જ વધુ એક નિયમ છે જે તમને મદદ કરી શકે છે. નિયમ પ્રમાણે TTE  પણ રાત્રે 10 થી સવારના 6 વાગ્યા દરમિયાન તમને ખલેલ નહીં પહોંચાડી શકે. જો કે આ નિયમ એવા લોકો માટે લાગૂ નથી પડતો જેમણે રાત્રે 10 વાગ્યા બાદ યાત્રા શરૂ કરી હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news