શાનદાર કમાણી માટે પૈસા તૈયાર રાખો! ઢગલાબંધ કંપનીઓના આઈપીઓ લાઈનમાં છે, વિગતો ખાસ જાણો

IPO News: કમાણી માટે આઈપીઓની કાગડોળે રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. આઈપીઓના બજારમાં જબરદસ્ત હલચલ જોવા મળે તેવી આશા છે. 

શાનદાર કમાણી માટે પૈસા તૈયાર રાખો! ઢગલાબંધ કંપનીઓના આઈપીઓ લાઈનમાં છે, વિગતો ખાસ જાણો

આગામી સમયમાં ઓછામાં ઓછી 25 ભારતીય કંપનીઓ 22,000 કરોડ રૂપિયાના આઈપીઓ લાવવા જઈ રહી છે. આઈપીઓના આ તમામ પ્રસ્તાવોને બજાર નિયામક સેબીની મંજૂરી મળી ગઈ છે. એનાલિસ્ટ તરફથી શુક્રવારે આ જાણકારી આપવામાં આવી. એનાલિસ્ટનું કહેવું છે કે વૈશ્વિક ઉતાર ચડાવ વચ્ચે પણ ભારતીય શેર બજારનું પ્રદર્શન સારું છે. પેન્ટામૈથ કેપિટલ એડવાઈઝર્સે કહ્યું કે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ચાર કંપનીઓ ભેગી થઈને 11,850 રૂપિયાના આઈપીઓ લાવી અને બધા સફળ થયા. 

બજારમાં તેજી યથાવત
એનાલિસ્ટનું કહેવું છે કે વૈશ્વિક બજારોમાં ઉથલ પાથલ વચ્ચે પણ ભારતીય શેર બજારમાં તેજી જળવાયેલી છે. જો કે આગામી સમયમાં આ તેજીની ગતિ આર્થિક વૃદ્ધિ દર, વૈશ્વિક બજારોના ટ્રેન્ડ અને નિયામકોના નિર્ણય પર નિર્ભર રહે છે. ભારતમાં આઈપીઓનું બજાર હાલના દિવસમાં ઘણું ગરમ રહ્યું છે. થોડા દિવસ પહેલા લિસ્ટ થયેલા ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીના શેરમાં શુક્રવારે 20 ટકાની અપર સર્કિટ લાગી હતી. કંપનીની માર્કેટ વેલ્યુ વધીને 58,664 કરોડ રૂપિયા થઈ ગઈ. ઓલા ઈલેક્ટ્રિકના શેર પોતાના ઈશ્યુ પ્રાઈસ 76 રૂપિયાથી 75 ટકા ઉપર 133.08 રૂપિયા પર ટ્રેડ થઈ  રહ્યા છે. 

SIP નો આંકડો ઘણો મજબૂત છે
હાલમાં જ લિસ્ટથયેલા ફર્સ્ટક્રાયની પેરેન્ટ કંપની બ્રેનબી સોલ્યુશન્સ પોતાના આઈપીઓ પ્રાઈસ 465 રૂપિયા પ્રતિ શેરની સરખામણીમાં 651 રૂપિયા પ્રતિ શેર ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય બજારમાં એસઆઈપીનો ટ્રેડ મજબૂત રહ્યો છે. જુલાઈમાં 23,331 કરોડ રૂપિયાની એસઆઈપી જોવા મળી હતી. જૂનમાં આ આંકડો 21,262 કરોડ રૂપિયા પર હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news