India's GDP: ભારતે રચ્યો ઇતિહાસ; પ્રથમ વખત દેશની અર્થવ્યવસ્થા 4 ટ્રિલિયન ડોલરને પાર

Indian Economy: ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. ભારતને આર્થિક મોરચે આ એક મોટી સફળતા છે.
 

India's GDP: ભારતે રચ્યો ઇતિહાસ; પ્રથમ વખત દેશની અર્થવ્યવસ્થા 4 ટ્રિલિયન ડોલરને પાર

Indian Economy: ભારતીય અર્થવ્યવસ્થાને લઈને એક ખુશખબર સામે આવી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. આર્થિક મોરચે આ એક મોટી સફળતા છે. પીએમ મોદીએ વર્ષ 2025 સુધીમાં દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અર્થવ્યવસ્થાના સંદર્ભમાં આ એક ઐતિહાસિક વધારો છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું છે કે 18 નવેમ્બરે સવારે 10.24 વાગ્યે ભારતની જીડીપીનું કદ 4 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. આ સ્તરને સ્પર્શીને ભારત દેશની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.

— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 19, 2023

પ્રથમ ત્રિમાસિકમાં 7.8 ટકા વધી ઈકોનોમી
નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો GDP 7.8 ટકા વધ્યો. આરબીઆઈ ગવર્નરે હાલમાં જ દેશની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શક્તિકાંત દાસે કહ્યું છે કે આર્થિક ગતિવિધિઓને જોતા કેટલાક પ્રારંભિક આંકડા સામે આવ્યા છે, જેના કારણે મને આશા છે કે નવેમ્બરના અંતમાં બીજા ક્વાર્ટર દરમિયાન આવનારા જીડીપીના આંકડા ચોંકાવનારા હશે.

ટોચ પર છે અમેરિકા 
જો દેશની ટોચની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો અમેરિકા ટોચ પર છે. અમેરિકાની અર્થવ્યવસ્થા 26.70 ટ્રિલિયન ડોલર સાથે નંબર વન પર છે. પછી ચીન 19.24 ટ્રિલિયન ડોલર સાથે બીજા સ્થાને છે. જાપાનનું નામ 4.39 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે, જર્મનીનું નામ 4.28 ટ્રિલિયન ડોલર સાથે ચોથા સ્થાને છે. ભારતનું નામ 4 ટ્રિલિયન ડોલર સાથે 5માં નંબર પર છે.

ભારતનો લક્ષ્યાંક છે 5 ટ્રિલિયન ડોલર
તમને જણાવી દઈએ કે જર્મની અને ભારતની વચ્ચે હવે ખુબ ઓછું અંતર રહ્યું છે. કેન્દ્ર સરકારનો હવે આગામી લક્ષ્યાંક 2025 સુધી દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news