મોંઘવારીથી મળશે મુક્તિ! લઈ આવો ગેસ વગરનો સ્ટવ, સિંગલ ચાર્જમાં બનશે 3 ટાઈમ ભોજન

મોંઘવારીથી મળશે મુક્તિ! લઈ આવો ગેસ વગરનો સ્ટવ, સિંગલ ચાર્જમાં બનશે 3 ટાઈમ ભોજન

નવી દિલ્લીઃ હાલ મોંઘવારીએ માઝા મુકી છે. એક બાદ એક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે જેના કારણે પ્રજા ત્રસ્ત બની છે. ગ્લોબલ માર્કેટમાં ક્રુડ ઓઈલ અને ગેંસની કિંમતો ઓલટાઈમ હાઈ બનેલી છે. જેના કારણે ઘરેલુ બજારમાં પેટ્રોલ-ડીઝલની સાથે રસોઈ ગેસ સિલેન્ડરના ભાવ સતત વધી રહ્યા છે. ગયા મહિને જ રસોઈ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. તમે પણ સતત વધતા ભાવથી પરેશાન હશો તો સરકારી કંપની ઈન્ડિયન ઓઈલે એક અલગ જ સમાધાન શોધી કાઢ્યું છે. જે તમને ખુબ જ કામ આવશે. કંપનીએ બજારમાં પોતાનો સોલાર સ્ટવ લોન્ચ કર્યો છે. જેને ઘરે લાવીને તમે ગેસની વધતી કિંમતોથી છૂટકારો મેળવી શકો છો.

આ રીતે થયો 'સૂર્ય નૂતન'નો ઉદય-
ઇન્ડિયન ઓઇલે સૌર ઉર્જાથી ચાલતા આ સ્ટવને 'સૂર્ય નૂતન' નામ આપ્યું છે. ઈન્ડિયન ઓઈલનું કહેવું છે કે તેમણે પ્રધાનમંત્રીના પડકારથી પ્રેરાઈને સૂર્ય નૂતન વિકસાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર, 2017ના રોજ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના અધિકારીઓને પોતાના સંબોધનમાં રસોડાના ઉકેલના વિકાસને પડકાર ફેંક્યો હતો, જે ઉપયોગમાં સરળ હોય અને પરંપરાગત ચૂલાને બદલી શકે. પ્રધાનમંત્રીની આ વાતથી પ્રેરિત થઈને સોલર કૂક ટોપ 'સૂર્યા નૂતન' વિકસાવવામાં આવ્યું છે.

'સૂર્ય નૂતન' રાત્રે પણ કરી શકાશે ઉપયોગ-
સૂર્ય નૂતન સોલર કૂક ટોપમાં ઘણી સુવિધાઓ છે. તેને એક જ જગ્યાએ સ્થાયી કરી શકાય છે. તે રિચાર્જેબલ અને ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમ છે. તે ઇન્ડિયન ઓઇલના સંશોધન અને વિકાસ કેન્દ્ર, ફરીદાબાદ દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓઇલે તેની પેટન્ટ પણ કરાવી છે. તેનું એક યુનિટ તડકામાં રહે છે અને તે ચાર્જ કરતી વખતે ઓનલાઈન કૂકિંગ મોડ ઓફર કરે છે. આ સિવાય ચાર્જ થયા પછી પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે 'સૂર્ય નૂતન' સૌર ઊર્જાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરે છે અને સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પણ તેના પર ખોરાક બનાવી શકાય છે.

સિંગલ ચાર્જ પર 3 વખત બનાશી શકાશે ભોજન-
આ સ્ટોવ હાઇબ્રિડ મોડ પર પણ કામ કરે છે. એટલે કે આ સ્ટવમાં સૌર ઉર્જા સિવાય વીજળીના અન્ય સ્ત્રોતોનો પણ ઉપયોગ કરી શકાય છે. સૂર્ય નૂતનની ઇન્સ્યુલેશન ડિઝાઇન એવી છે, જે સૂર્યપ્રકાશના કિરણોત્સર્ગ અને ગરમીના નુકસાનને ઘટાડે છે. સૂર્યા નૂતન ત્રણ અલગ-અલગ મોડલમાં ઉપલબ્ધ છે. સૂર્ય નૂતનનું પ્રીમિયમ મોડલ સિંગલ ચાર્જ પર ચાર જણના પરિવાર માટે ત્રણ સમયનું ભોજન બનાવી શકે છે.

કેટલી છે આ સોલાર સ્ટવની કિંમત?
આ સ્ટોવના બેઝ મોડલની કિંમત લગભગ 12,000 રૂપિયા છે અને ટોપ મોડલની કિંમત લગભગ 23,000 રૂપિયા છે. જોકે, ઈન્ડિયન ઓઈલનું કહેવું છે કે આગામી સમયમાં તેની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે. સૂર્ય નૂતન એક મોડ્યુલર સિસ્ટમ છે અને તેને જરૂરિયાત મુજબ વિવિધ કદમાં ડિઝાઇન કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news