Atal Pension Yojana: અટલ પેન્શન યોજનામાં રોકાણ કરો અને દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન મેળવો
જો તમે પણ તમારા રિટાયરમેન્ટને સિક્યોર કરવા માટે સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો આ યોજના તમને મદદરુપ થઈ શકે. આ સ્કીમમાં પતિ અને પત્ની અલગ અલગ એકાઉન્ટ દ્વારા મહિને 10,000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. આ યોજનાના ફાયદા શું છે ? પેન્શન કેવી રીતે મળશે ? ટેક્સ બેનેફિટ કેવી રીતે થશે ? તે જાણવું હોય તો આર્ટિકલ વાંચી લો
Trending Photos
જો તમે પણ તમારા રિટાયરમેન્ટને સિક્યોર કરવા માટે સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો આ યોજના તમને મદદરુપ થઈ શકે. આ સ્કીમમાં પતિ અને પત્ની અલગ અલગ એકાઉન્ટ દ્વારા મહિને 10,000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. આ યોજનાના ફાયદા શું છે ? પેન્શન કેવી રીતે મળશે ? ટેક્સ બેનેફિટ કેવી રીતે થશે ? તે જાણવું હોય તો આર્ટિકલ વાંચી લો....
કોણ કરી શકે રોકાણ
અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ 18 વર્ષથી 40 વર્ષનો કોઇ પણ ભારતીય નાગરિક લઇ શકે છે. જેની પાસે બેંક કે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ છે તે તેમાં સરળતાથી રોકાણ કરી શકે છે. આ યોજનામાં 60 વર્ષ બાદ જમાકર્તાને પેન્શન મળવાનું શરૂ થાય છે.
અટલ પેન્શન યોજના શું છે?
અટલ પેન્શન યોજના એવી સરકારી યોજના છે જેમાં તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ તમારી ઉંમર પર આધાર રાખે છે. આ યોજના અંતર્ગત તમે લઘુત્તમ માસિક પેન્શન 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને મહત્તમ 5000 રૂપિયા મેળવી શકો છો. આ એક સુરક્ષિત રોકાણ છે. જેમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમારી પાસે સેવિંગ્સ એકાઉન્ટ નંબર, આધાર નંબર અને મોબાઇલ નંબર હોવા જરૂરી છે.
આ યોજનાના ફાયદા શું છે
આ યોજના અંતર્ગત 18 થી 40 વર્ષના લોકો અટલ પેન્શન યોજનામાં નોમિનેશન કરાવી શકે છે.તમારી પાસે ફક્ત એક જ અટલ પેન્શન એકાઉન્ટ હોઈ શકે છે. આ યોજના હેઠળ તમે જેટલી વહેલી તકે રોકાણ કરશો તેટલો જ ફાયદો તમને મળશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં જોડાય છે, તો 60 વર્ષની ઉંમર પછી, તેણે દર મહિને 5000 રૂપિયાના માસિક પેન્શન માટે દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરવા પડશે. આ રીતે, આ યોજના સારા નફા વાળી યોજના છે.
10,000 નું પેન્શન કેવી રીતે મળશે
39 વર્ષથી ઓછી ઉંમરના જીવનસાથીઓ આ યોજનાનો અલગથી લાભ લઈ શકે છે, જેમાંથી તેઓ 60 વર્ષની ઉંમર પછી દર મહિને 10,000 રૂપિયાનું સંયુક્ત રૂપે પેન્શન મેળવશે. જો પતિ અને પત્ની જેની ઉંમર 30 વર્ષ કે તેનાથી ઓછી હોય, તો તેઓ તેમના સંબંધિત APY ખાતામાં દર મહિને 577 રૂપિયાનું યોગદાન આપી શકે છે. જો પતિ અને પત્નીની ઉંમર 35 વર્ષ છે, તો તેઓએ તેમના APY ખાતામાં દર મહિને 902 રૂપિયા જમા કરાવવાના રહેશે. ગેરેન્ટીડ મંથલી પેન્શન ઉપરાંત, જો જીવનસાથીમાંથી કોઈ મૃત્યુ પામે તો, હયાત જીવનસાથીને દર મહિને આજીવન પેન્શન સાથે 8.5 લાખ રૂપિયા મળશે.
ટેક્સ બેનેફિટ
અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનારા લોકોને આવકવેરા અધિનિયમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો કર લાભ પણ મળે છે. આમાંથી કરપાત્ર આવક કાપવામાં આવે છે. આ સિવાય કેટલાક કેસોમાં રૂ .50,000 સુધીનો વધારાનો ટેક્સ બેનિફિટ મળે છે. એકંદરે, આ યોજનામાં 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે.
[9:07 am, 14/01/2023] Karanbhai. Zee Digital Head: EMI વિના પણ લઈ શકો છો લોન, ઘણા બધા પૈસા બચી જશે
ઘણા લોકો હોમ લોન અથવા કાર લોન લે છે, જેના બદલામાં તેમને દર મહિને હપતો (EMI) ચૂકવવો પડે છે, પરંતુ કોરોના સમયગાળામાં નાણાકીય પરિસ્થિતિ ગડબડ થવાને કારણે તેમના પર ભાર વધ્યો છે. જો તમે પણ આવા લોકોમાં સામેલ છો અને વર્તમાન EMI ને ઘટાડવા માંગો છો, તો પછી તમે કેટલીક વિશેષ પદ્ધતિઓ અપનાવી શકો છો.જે તમારા ખિસ્સા પરનો ભાર ઘટાડશે..
એલટીવી રેશિયો મદદગાર થશે
હોમ લોન દરમિયાન એલટીવી રેશિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લોનનો તે ભાગ છે જેમાં મિલકતની કિંમતના આધારે લોન મળે છે. હોમ લોન લેનારાએ તેના પોતાના સંસાધનોથી મિલકતનું બાકી મૂલ્ય ગોઠવવું પડશે. તેથી, ઓછું એલટીવી રેશિયો પસંદ કરવાથી હોમ લોનની રકમ ઓછી થશે. આનાથી ઇએમઆઈ પણ ઓછો થશે. જો તમે મકાન ખરીદવા માટે વધુ ડાઉન પેમેન્ટ કરો છો, તો તમને લાંબા ગાળે લાભ મળશે
લાંબા ગાળાના વિકલ્પને પસંદ કરો
નવા હોમ લોન લેનારા લાંબા ગાળાના વિકલ્પને પસંદ કરીને તેમના ઇએમઆઈ બોજને ઘટાડી શકે છે. જો કે આમાં વ્યાજની કિંમત વધુ છે. પરંતુ એવી સ્થિતિમાં કે જ્યારે તમારી પાસે પૈસાની તંગી છે , તો તમે આ વિકલ્પ લઈ શકો છો. આની સાથે, તમે ડિફોલ્ટ કેટેગરીમાં નહીં આવો અને હપતા સરળતાથી ચૂકવી શકશો.
લોન સ્થાનાંતરિત કરો
દરેક નાણાકીય સંસ્થા હોમ લોન પર વિવિધ ઓફર્સ આપે છે. તમે તમારી લોન બીજી બેંક અથવા નાણાકીય કંપનીમાં સ્થાનાંતરિત કરીને હોમ લોનના હપતાને ઘટાડી શકો છો. આ માટે તમે ઓનલાઇન તુલના કરી શકો છો.
EMI ફ્રી લોનના ફાયદાઃ–
તમારે દર મહિને ફક્ત વ્યાજની રકમ અને દર છ મહિને પ્રિન્સિપાલ એમાઉન્ટ ચૂકવવાની રહેશે.
જો લોન લેનાર મહિને ફક્ત વ્યાજ ચૂકવશે તો પર્સનલ લોનની સરખામણીએ તેના ખીસા પર ઓછું ભારણ આવશે.–
છ મહિના સુધી લોન ડિસ્બર્સમેન્ટ બાદ લોન લેનાર પાસે લોન ક્લોઝ કરવાનો વિકલ્પ રહે છે.
લોનના છ મહિના બાદ તેને વહેલી ચૂકવી દો તો કોઈ ચાર્જ નથી આપવો પડતો.–
આ લોન 24 કલાકની અંદર અંદર મળી જાય છે.
આખી પ્રક્રિયા પેપરલેસ અને ઓટોમેટેડ છે.
તેમાં કોઈ હિડન ચાર્જ કે પ્રી પેમેન્ટ ચાર્જ નથી.–
અમુક પ્રાઈવેટ કંપની આ પ્રકારની લોન આપે છે.તેમાં લોન લેનારને લોનની પ્રિન્સિપલ એમાઉન્ટ વધારવા કે ઘટાડવાનો વિકલ્પ મળે છે.લોન લેતી વખતે તેના નિયમ અને શરત યોગ્ય રીતે સમજી લેવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે