આ દેશની કરન્સી થઇ આવી સ્થિતિ, લોકોને પૈસાના બદલે આપવા પડે છે સોનાના સિક્કા
ડોલરની સામે ઘટતા રિયાલના કારણે ઇરાને માર્કેટની ખરાબ સ્થિતિ છે. લોકો મોટા ખર્ચામાં રિયાલની જગ્યાએ હવે સોનાના સિક્કા આપીને કામ ચાલી રહ્યું છે.
Trending Photos
તેહરાન: હાલ દેશમાં ડોલરની સામે રૂપિયાની ઘટતી કિંમત પર ખૂબ ચર્ચા થઇ રહી છે. ડોલરની સામે સતત ઘટડો રૂપિયા રાજકીય વર્તુળમાં પણ ખૂબ ચર્ચામાં છે. પરંતુ એક તરફ એક એવો દેશ છે, જેની કરંસી ડોલર સામે ખૂબ ખરાબ રીતે ઘટતી જાય છે. આ દેસહ છે ઇરાન અને તેની કરન્સી રિયાલની સ્થિતિ ડોલર સામે ખૂબ ખરાબ થતી જાય છે. એક સમયે તો એક ડોલરની કિંમત દોઢ લાખ રિયાલ બરાબ થઇ ચૂકી છે. 13 સપ્ટેમ્બર 2018ના રોજ એક ડોલરની કિંમત 42105 રિયાલ થઇ ચૂકી હતી.
ડોલરની સામે ઘટતા રિયાલના કારણે ઇરાને માર્કેટની ખરાબ સ્થિતિ છે. લોકો મોટા ખર્ચામાં રિયાલની જગ્યાએ હવે સોનાના સિક્કા આપીને કામ ચાલી રહ્યું છે. ખાસકરીને પ્રોપર્ટી ખરીદવા, લગ્ન અથવા મકાનનું ભાડું આપવા માટે લોકો ગોલ્ડનો ઉપયોગ કરી રહ્યા છે.
ઇરાનની કરન્સી રિયાલમાં આ ઘટાડો ડિસેમ્બરથી શરૂ થયો. 29 જુલાઇના રોજ એક ડોલરની કિંમત 1 લાખ રિયાલ થઇ ગઇ. એટલા માટે હાલ કોઇ મોટી ખરીદદારી માટે ઇરાનના લોકો સોનાના સિક્કાનો ઉપયોગ કરી રહ્યા છે. ઇરાનમાં હાલ એક ગોલ્ડ કોઇનની કિંમત 4 કરોડ રિયાલ બરાબર થઇ ગઇ છે. જોકે હાલ થોડા સુધારા સાથે 3.6 કરોડ સુધી આવી ગઇ છે.
કેમ થયો રિયાલમાં ઘટાડો
રિયાલમાં આટલો મોટો ઘટાડો ત્યારે આવ્યો જ્યારે અમેરિકાએ ઇરાન સાથે પોતાની ન્યૂક્લિયર ડીલ તોડી દીધી. મે મહિનામાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે તેની જાહેરાત કરી દીધી. ત્યારબાદ ઇરાન પર પ્રતિબંધ લાગૂ કરી દીધો. ત્યાર્થી ઇરાનના રિયાલમાં મોટો ઘટાડો ચાલુ છે.
એક એપાર્ટમેંટનું ભાડુ 2 સોનાના સિક્કા
તેહરાનના રહેવાલી ઇસ્માઇલ જલાજીએ જણાવ્યું હતું કે રિયાલ ઘટતી કિંમતના કારણે અહીંયા લોકોએ પોતાના મકાનોને ભાડા વધારી દીધા છે. હવે તે પોતાના ભાડુઆતો પાસેથી ભાડુ રિયાલમાં નહી પરંતુ સોનાના રૂપે લે છે. તેહરાનમાં 95 સ્ક્વેર મીટરના એપાર્ટમેંટનું ભાડું 2 સોનાના સિક્કાના રૂપમાં વસૂલવામાં આવે છે. તે જણાવે છે કે મકાન માલિક તો ભાડુ ડોલરમાં માંગી રહ્યા છે. હાલ તેહરાન જેવા શહેરોમાં લોકો ભાડાનું મકાન લેવાનું ટાળી રહ્યા છે. એટલા માટે અહીંયા રેંટલ એગ્રીમેંટ બનાવવાના કેસમાં ગત વર્ષની તુલનામાં ઘટાડો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે