નવા મોડલના લોન્ચિંગ સાથે જ Appleના iPhone 7 અને iPhone 8ની કિંમતમાં જબરદસ્ત કડાકો

દિગ્ગજ કંપની એપ્પલની નવી શ્રૃંખલાની લોન્ચિંગ ઈવેન્ટ શરૂ થઈ ચૂકી છે

નવા મોડલના લોન્ચિંગ સાથે જ Appleના iPhone 7 અને iPhone 8ની કિંમતમાં જબરદસ્ત કડાકો

નવી દિલ્હી : દિગ્ગજ કંપની એપલની નવી શ્રૃંખલાની લોન્ચિંગ ઈવેન્ટ શરૂ થઈ ચૂકી છે. કંપનીએ એપ્પલ ઘડિયાળ અને આઈફોનની નવી શ્રૃંખલાઓ લોન્ચ કરી છે. આ કાર્યક્રમનો પ્રારંભ એપ્પલના સીઈઓ ટિમ કુકે કર્યો હતો. સ્ટીવ જોબ થિયેટરમાંથી આ લોન્ચિંગનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં iPhone Xs, iPhone Xs Max અને LCD ડિસ્પ્લે ધરાવતો 6.1 ઈન્ચનો iPhone X(R) લોન્ચ કરાયો હતો. iPhone X(R)ની કિંમત 749 ડોલર છે, જ્યારે iPhone X(S)ની કિંમત 999 ડોલર રાખવામાં આવી છે. આ સંજોગોમાં કંપનીએ નવા મોડલ લોન્ચ કર્યા બાદ iPhone7 અને iPhone 8ની કિંમતમાં ઘટાડો કર્યો છે. ઉપરાંત આઈફોન 7 પ્લસ અને આઈફોન 8 પ્લસની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

ભારતમાં iPhone 8 plusના 256 જીબી મોડલની કિંમત 86,000 રૂપિયા છે. iPhone 8ના 256 જીબીવાળુ મોડલ 77,000 રૂપિયામાં મળી રહ્યું છે. iPhone 8ના 64 જીબી મોડલની હાલમાં કિંમત 64,000 રૂપિયા છે. iPhone 7ના 32 જીબી મોડલની કિંમત 43,000 રૂપિયા છે. એપલે આઈફોનના આ મોડલની કિંમત 100 ડોલર (અંદાજે 7200 રૂપિયા) સુધી ઘટાડી છે. હવે આઈફોન 7ની કિંમત 549 ડોલરના બદલે 449 ડોલર (32,328 રૂપિયા) હશે. જ્યારે iPhone 7 Plus હવે 569 ડોલર (40,968 રૂપિયા)માં મળશે. તેવી જ રીતે iPhone 8ની કિંમત ઘટીને 599 ડોલર (43,128 રૂપિયા) હશે. iPhone 8 Plusની કિંમત 699 ડોલર (50,328 રૂપિયા) હશે.

આ કિંમત અમેરિકામાં ઘટાડવામાં આવી છે. ભારતમાં કિંમત કેટલી ઘટશે તેનો ટૂંક સમયમાં ખુલાસો કરવામાં આવશે. જોકે અમેરિકા જે રીતે કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેને જોતા લાગે છે કે ભારતમાં કિંમત 10 હજાર રૂપિયા સુધી ઘટી શકે છે. આ દરેક મોડલ પર અલગ અલગ હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news