50,000થી પણ ઓછા ખર્ચે થાઈલેન્ડ ફરવાની તક આપી રહ્યુ IRCTC, સાથે મળશે ખાવા-પીવા અને રહેવાની સુવિધા

IRCTC Tour Offer: જો તમે માર્ચ મહિનામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યુ છે.

50,000થી પણ ઓછા ખર્ચે થાઈલેન્ડ ફરવાની તક આપી રહ્યુ IRCTC, સાથે મળશે ખાવા-પીવા અને રહેવાની સુવિધા

IRCTC Tour Offer: શું તમે ઘણા સમયથી ઓછા ખર્ચે વિદેશમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારી આ ઈચ્છા પૂરી થશે. કારણકે IRCTC તમારા માટે સપના જેવુ લાગતુ સ્પેશિયલ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજની શરૂઆત 18 માર્ચથી થશે.

આ પણ વાંચો:

18 માર્ચથી શરૂ થતી આ ઓફર 22 માર્ચ સુધી જ વેલિડ રહેશે. આ પેકેજમાં તમે બેંગ્લોરથી કોલકત્તા અને પછી થાઈલેન્ડ સુધીની મુસાફરી કરી શકો છો. આ પેકેજમાં તમને આવવા-જવા માટે એર ટિકિટ પણ મળશે. પેકેજમાં એર ટિકિટની સાથે સાથે હોટલ અને ખાવા-પીવાનો ખર્ચો પણ શામેલ છે. હાં, તમારા પર્સનલ ખર્ચા જાતે કાઢવાના રહેશે. આખુ પેકેજ 5 દિવસ અને 4 રાતનું છે. જેમા તમે થાઈલેન્ડ, બેંકોક અને પટાયાની મુસાફરી કરી શકો છો.

આ પણ વાંચો:

આ લાભ લેવા માટે તમારે IRCTCની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવી શકો છો. IRCTC તરફથી મળતા આ પેકેજમાં રહેવા, ખાવા, પીવા તથા અવર-જવર જેવી સુવિધા સાવ સસ્તા ભાવે આપવામાં આવે છે. એક વ્યક્તિ દીઠ 55,900 રૂપિયા તથા બે વ્યક્તિ દીઠ 47,750 રૂપિયા જેટલો ખર્ચો આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news