8 મહિનામાં 1 લાખના બનાવી દીધા 6 લાખ રૂપિયા, રેકોર્ડ હાઈ પર સરકારી કંપનીના શેર

IREDA Shares Price- એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, FPIs એ માત્ર IREDA શેર્સમાં તેમનો હિસ્સો વધાર્યો નથી, પરંતુ નાના શેરધારકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. 2 લાખથી ઓછી અધિકૃત શેર મૂડી ધરાવતા શેરધારકોની કુલ સંખ્યા માર્ચ ક્વાર્ટરમાં 21.23 લાખથી વધીને 22.15 લાખ થઈ છે.
 

8 મહિનામાં 1 લાખના બનાવી દીધા 6 લાખ રૂપિયા, રેકોર્ડ હાઈ પર સરકારી કંપનીના શેર

નવી દિલ્હીઃ ઇરેડા (Indian Renewable Energy Development Agency Ltd-IREDA)ના સેરમાં આજે શાનદાર તેજી જોવા મળી છે અને આ પીએસયુ સ્ટોક આજે 7 ટકાની તેજીની સાથે ઓલટાઈમ હાઈ 303.85 રૂપિયા પર પહોંચી ગયો હતો. છેલ્લા છ કારોબારી સત્રમાંથી પાંચમાં તેજીની સાથે બંધ થયો છે. કંપની ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના પરિણામ જાહેર કરી શકે છે. ઇરેડાના શેર આજથી આઠ મહિના પહેલા સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ થયા હતા. લિસ્ટિંગ બાદથી આ મલ્ટીબેગર શેર 507 ટકાનું રિટર્ન ઈન્વેસ્ટરોને આપી ચૂક્યો છે. ઇરેડાના જૂન ક્વાર્ટરના શેરહોલ્ડિંગના આંકડાથી ખ્યાલ આવે છે કે એફપીઆઈએ આ પીએસયુ સ્ટોકમાં પોતાની ભાગીદારી પાછલા ક્વાર્ટરના મુકાબલે ડબલ કરી લીધી છે. જૂન ક્વાર્ટરમાં એફપીઆઈ પાસે ઇરેડાના 2.7 ટકા શેર હતા. 

આજે ઈરેડાના શેર તેજી સાથે ખુલ્યા હતા. ઈન્ટ્રાડેમાં શેર 7 ટકાના વધારા સાથે 303.85 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ છે. કાલે પણ ઈરેડા 52 વીકનો રેકોર્ડ તોડતા 289.45 રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો. 

પાછલા ક્વાર્ટરમાં થયો હતો જોરદાર નફો
જો પાછલા ક્વાર્ટર અને નાણાકીય વર્ષ 2024માં કંપનીના પરફોર્મંસ પર નજર કરીએ તો IREDA એ નાણાકીય વર્ષ 24ના ચોથા ક્વાર્ટરમાં (Q4FY24)337.37 કરોડ રૂપિયાનો પ્રોફિટ કર્યો હતો. જે વાર્ષિક આધાર પર  (YoY) 33% વધારો હતો. કંપનીએ શેર બજારને જણાવ્યું હતું કે FY23 જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન તેણે 253.61 કરોડ રૂપિયાની ચોખી કમાણી કરી હતી. Q4FY24 માં IREDA ની લોન વધી 59,698.11 કરોડ રૂપિયા થઈ ગઈ હતી, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટર (q4fy23)47,052.52 કરોડ રૂપિયા હતી. 

8 મહિનામાં 50 રૂપિયાથી 300 રૂપિયા પાર થયો શેર
29 નવેમ્બર 2023ના ઈરેડાના આઈપીઓનું લિસ્ટિંગ શેર બજારમાં થયું હતું. ઇરેડાની ઈશ્યૂ પ્રાઇઝ 32 રૂપિયા પ્રતિ શેર હતી. 8 મહિનાની અંદર એટલે કે 12 જુલાઈએ કંપનીના શેર 303 રૂપિયા પર પહોંચી ગયા છે. આ રીતે લિસ્ટિંગ પ્રાઇઝના મુકાબલે તેમાં 507 ટકાની તેજી આવી છે. જો કોઈ ઈન્વેસ્ટરે આઠ મહિના પહેલા આ શેરમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યૂ વધીને 6 લાખ રૂપિયા થઈ ગઈ હોત.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news