4 મહિનામાં પૈસા થયા ડબલ, એક વર્ષમાં સરકારી કંપનીના શેરમાં આવી 257 ટકાની તેજી

સરકારી  કંપની આઈટીઆઈ લિમિટેડના સ્ટોકે 4 મહિનામાં ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે. કંપનીના શેરમાં છેલ્લાં ચાર મહિનામાં 116 ટકાની જોરદાર તેજી આવી છે.

4 મહિનામાં પૈસા થયા ડબલ, એક વર્ષમાં સરકારી કંપનીના શેરમાં આવી 257 ટકાની તેજી

નવી દિલ્હીઃ ટેલિકોમ ઉપકરણ બનાવનારી કંપની આઈટીઆઈ લિમિટેડના શેર રોકેટ બની ગયા છે. સરકારે કંપનીના શેર મંગળવારે 19 ટકાની તેજીની સાથે 375.65 રૂપિયા પર બંધ થયા છે. દિવસના કારોબાર દરમિયાન આઈટીઆઈ લિમિટેડ (ITI Limited)ના શેર 378.15 રૂપિયાના હાઈ પર પણ પહોંચ્યો હતો. કંપનીના સ્ટોકે 52 સપ્તાહનો નવો હાઈ પણ બનાવ્યો છે. આઈટીઆઈ લિમિટેડના શેર સોમવારે 315.15 રૂપિયા પર બંધ થયા હતા. સરકારી કંપની આઈટીઆઈ લિમિટેડના સ્ટોકે છેલ્લા ચાર મહિનામાં ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે.

4 મહિનામાં ડબલ થયા ઈન્વેસ્ટરોના પૈસા
આઈટીઆઈ લિમિટેડના શેર 21 સપ્ટેમ્બર 2023ના 173.50 રૂપિયા પર હતા. સરકારી કંપનીના શેર 16 જાન્યુઆરી 2024ના 375.65 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકે છેલ્લા 4 મહિનામાં 116 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. એટલે કે આઈટીઆઈ લિમિટેડના સ્ટોકે 4 મહિનામાં ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 378.15 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 86.50 રૂપિયા છે.

એક વર્ષમાં શેરમાં આવી 257 ટકાની તેજી
આઈટીઆઈ લિમિટેડના શેરમાં છેલ્લા એક વર્ષમાં 257 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 17 જાન્યુઆરી 2023ના 105.25 રૂપિયા પર હતા. ટેલિકોમ ઉપકરણ બનાવનારી કંપનીના શેર 16 જાન્યુઆરી 2024ના 375.65 રૂપિયા પર બંધ થયા છે. છેલ્લા 10 મહિનામાં કંપનીના શેરમાં 316 ટકાનો ઉછાળ આવ્યો છે. સરકારી કંપનીના શેર 17 માર્ચ 2023ના 90.29 રૂપિયા પર હતા. હવે 375 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના શેરમાં છેલ્લા એક મહિનામાં 26 ટકાની તેજી આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news