PICS: ભારતીય બજારમાં આ બાઇક કંપની આપશે રોયલ એન્ફિલ્ડને ટક્કર, જાણો તેની ખાસિયત

મોટરસાઇકલ બ્રાંડ Jewaએ ભારતીય બજારમાં એન્ટ્રી મારી દીધી છે, તેના ત્રણ મોડલ એક સાથે કરશે લોન્ચ 

PICS: ભારતીય બજારમાં આ બાઇક કંપની આપશે રોયલ એન્ફિલ્ડને ટક્કર, જાણો તેની ખાસિયત

દિલ્હી: મોટર સાઇકલ બ્રાંડ જાવાએ ભારતીય બજારોમાં એન્ટ્રી કરી લીધી છે. તે ત્રણ નવા અવતારમાં આવશે. કેટલાય દિવસોથી તેની ખાસિયતોને લઇને મીડિયામાં અલગ-અલગ સમાચારો આવી રહ્યા છે. કંપનીએ તેના ત્રણ મોડલ રજૂ કર્યા છે. જેમાં બે મોડલમાં 293 સીસીનું એન્જીન આપાવમાં આવ્યું છે. જ્યારે Jawa Parek 334માં સીસીનું એન્જીન આપાવમાં આવ્યું છે. આ એન્જીન બીએસ 6 પર આધારિત છે. 

અહિં જાવાનું ક્લાસિક વેરિએન્ટ પણ રાખવામાં આવ્યું છે. કંપનીએ તેને રેડ કલરમાં ઉતાર્યું છે. જ્યારે જાવા 42 સફેદ રંગમાં અને Jawa Perak બોબર કસ્ટમ કલરમાં રજૂ કવામાં આવશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ Jawa 42ને 15 નવેમ્બરે લોન્ચ કરવામાં આશે પરંતુ તેનુ કસ્ટમ 2019માં બોમ્બર શરૂ થશે.

જાવા ભારતના અને દુનિયાના સોથી ફેમસ બ્રાંડ રહી છે. 1996માં કંપનીએ ભારતમાં તેનું ઉત્પાદન અને વેચાણ રોકી લીધું હતું. હવે જાવા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે ભાગીદાકકી કરીને ફરીથી ભારતીય બજારમાં આવી રહ્યું છે. જાવાએ દ્વારા બજારમાં ઉતારવામાં આવેલી બાઇક જૂની યાદોને તાજા કરી દે છે. જે મોડલ બે દશક પહેલા ભારતીય બજારમાં ઉપલબ્ધ હતું.

jawa 42

જાવા અને જાવા 42 પહેલા આવશે બજારમાં 
રશલેનના સામાચાર અનુસાર કંપની જાવા અને જાવા 42ને પહેલા ભારતીય બજારમાં વેચાણ માટે ઉતારશે. આ એક રેટ્રો બાઇક છે, જેની પાસે એક જૂનું પ્લેટફોર્મ છે. અને બંન્નેનું એન્જીન પણ એક જેવી ક્ષમતા વાળુ છે. 

રોયલ એનફીલ્ડને આપશે સીધી ટક્કર 
જાવા અને જાવા 42ની સીધી સરખામણી  Royal Enfield Classic 350 સાથે થાય છે. કંપની દાવો કરી રહી છે, કે 105 ડીલર આ દિવસોમાં તેનું વેચાણ કરશે. દરેક ડિલર પાસેથી ડિલરશીપ માટે 2 કરોડ રૂપિયાની ડિપોઝિટ લેવામાં આવી છે. ડિસેમ્બરમાં 64 ડીલરશીપ મુખ્ય શેહરોમાં ખોલવામાં આવી શકે છે. ફેબ્રુઆરી 2019માં આ મોડલની ટેસ્ટ ડ્રાઇવ અને ડિલીવરી શરૂ કરી દેવામાં આવશે. કંપની તમામ બાઇકના નિર્માણ મહિન્દ્રાના પીથામપુર પ્લાંટમાં કરવામાં આવશે. 

jawa

શુ છે કિંમત 
Jawa 42 સૌથી સસ્તી બાઇક છે. તેની કિંમત 1.55 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે jawaની કિંમત 1.64 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Jawa Perak કસ્ટમની કિંમત 1.89 લાખ રાખવામાં આવી છે, આ દિલ્હીની એક્સ શો રૂમ પ્રાઇસ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news