ઘઉંની આ જાતની ખેતી તમને બનાવશે માલામાલ, નૂડલ્સ, પિઝા બનાવવામાં થાય છે ઉપયોગ

Wheat Cultivation: કઠિયા ઘઉંનો ઉપયોગ ઈન્ડસ્ટ્રિયલ ક્ષેત્રોમાં વધુ થાય છે. તેનાથી સિમોલિના એટલે કે રવો બનાવવામાં આવે છે. જેનાથી નૂડલ, વર્મીસેલી, પિઝા જેવા ફાસ્ટફૂડનું નિર્માણ થાય છે. 
 

ઘઉંની આ જાતની ખેતી તમને બનાવશે માલામાલ, નૂડલ્સ, પિઝા બનાવવામાં થાય છે ઉપયોગ

Wheat Cultivation: આજકાલ ખેડૂતો પરંપરાગત પાકની જગ્યાએ એવા પાકની પસંદગી કરે છે જેમાં ઓછા ખર્ચમાં વધુ નફો મેળવી શકાય. આ સમયે શિયાળો ચાલી રહ્યો છે અને રવિ પાકમાં ઘઉંની વાવણી થઈ ગઈ છે. જેમાં કઠિયા ઘઉં (Kathia Wheat Cultivation)ની પસંદગી તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આ કોઈ નવો પાક નથી, પરંતુ ખુબ જૂનો છે. લાંબા સમયથી તેની ખેતી કરવામાં આવી રહી છે. 

ઈન્ડસ્ટ્રિયલ પાક
કઠિયા ઘઉંનો ઉપયોગ ઈન્ડસ્ટ્રિયલ ક્ષેત્રમાં વધુ કરવામાં આવે છે. તેનાથી સિમોલિના એટલે કે રવો બનાવવામાં આવે છે. જેનાથી નૂડલ, વર્મીસેલી, પિઝા અને વર્મીસેલી જેવા ફાસ્ટફૂડનું નિર્માણ થાય છે. એટલું જ નહીં આ પ્રકારના ઘઉંમાં ઈમ્યુનિટી ક્ષમતા વધુ હોવાને કારણે તેના નિકાસની પણ સંભાવના વધુ રહે છે. 

વધુ પાણીની જરૂર નહીં
ઘઉંનો આ ખાસ પ્રકાર એટલા માટે પણ લાભકારી છે કે તેમાં વધુ પાણીની જરૂર પડતી નથી. આ પાક દુષ્કાળ પ્રતિરોધક છે. આ માટે માત્ર 3 સિંચાઈ પૂરતી છે. આનાથી પ્રતિ હેક્ટર 45-50 ક્વિન્ટલ પાક સરળતાથી મેળવી શકાય છે. ઓછી પિયત અથવા બિન-પિયત સ્થળોએ પણ સરેરાશ ઉત્પાદન 30-35 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર હોઈ શકે છે.

ખાસ છે ઘઉંની જાત
શરબતી (એસ્ટીવમ) ની તુલનામાં કઠિયા ઘઉંમાં પ્રોટીન 1.5-2% વધુ હોય છે. આ સાથે તેમાં ગ્લૂટેન અને કેરોટીન પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. જો કાળિયા ઘઉંની વાવણી બિન પિયત વિસ્તારમાં કરવી હોય તો ઓક્ટોબરના છેલ્લા સપ્તાહથી નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી વાવણી કરવી જોઈએ. સિંચાઈવાળા વિસ્તારોમાં વાવણી માટેનો શ્રેષ્ઠ સમય નવેમ્બરના બીજાથી ત્રીજા સપ્તાહનો છે.

વહેલા લણણી સારી
ઘઉંમાં આ પ્રકારના ઘઉંના ખરવાની આશંકા યથાવત રહે છે. તે માટે પાકને પહેલા કાપી લેવો જોઈએ. જો ભરપૂર ઉત્પાદન જોઈએ તો સમય પર વાવણી કરવી ખુબ જરૂરી છે. પછી તે પિયત વિસ્તાર હોય કે બિન પિયત વિસ્તાર. વાવણી પહેલા કઠિયા ઘઉંનો વધુ પાક આપતી પ્રજાતિની પસંદગી કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news