આ સ્ટોકે ભરી ઊંચી ઉડાન, એક દિવસમાં વધી ગયો 2827 રૂપિયા ભાવ, ઈન્વેસ્ટરો ગદગદ

ભારતીય શેર બજારમાં છેલ્લા બે દિવસથી જોરદાર તેજી જોવા મળી રહી છે. તેવામાં આજે એમઆરએફના સ્ટોકમાં મોટો વધારો જોવા મળ્યો છે. આજે સ્ટોકનો ભાવ 2827 રૂપિયા વધી ગયો છે. 

આ સ્ટોકે ભરી ઊંચી ઉડાન, એક દિવસમાં વધી ગયો 2827 રૂપિયા ભાવ, ઈન્વેસ્ટરો ગદગદ

MRF LTD Share: ભારતીય શેર બજારમાં સૌથી મોંઘા સ્ટોકનો ખિતાબ રાખનાર એમઆરએફની કિંમતમાં તેજી જોવા મળી છે. આ શેર વધુ મોંઘો થઈ ગયો છે. આજના ઇન્ટ્રાડે કારોબારમાં સ્ટોક 2.64 ટકા એટલે કે 2827.1 રૂપિયાના વધારા સાથે ₹1,14,459 ના સર્વોત્તમ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આજે આ શેર ₹1,13,944 પર બંધ થયો છે. વર્ષની શરૂઆત ₹88,600 રૂપિયા પ્રતિ શેરથી કરતા એમઆરએફ અત્યાર સુધી 28 ટકાથી વધુ રિટર્ન આપી ચૂક્યો છે. સ્ટોક જૂનમાં 1 લાખ રૂપિયાને પાર પહોંચ્યો હતો અને આ સિદ્ધિ મેળવનાર એમઆરએફ દેશની પ્રથમ કંપની બની ગઈ હતી. 

કેવું રહ્યું પ્રદર્શન
છેલ્લા 15 વર્ષમાં સ્ટોકે સકારાત્મક પ્રદર્શનની સાથે 11 વર્ષનું સમાપન કર્યું છે, જેમાં CY14 96% ની જબરદસ્ત રેલીની સાથે અસાધારણ વર્ષ રહ્યું. ત્યારબાદ CY17 માં 48 ટકાની વૃદ્ધિ થઈ. આ સમય દરમિયાન સ્ટોક 5588% ની પ્રભાવશાળી તેજીની સાથે 2003 રૂપિયાથી વધુ  ₹1,13,944 પ્રતિ શેરના પોતાના વર્તમાન સ્તરે પહોંચી ગયો છે. 

સપ્ટેમ્બર ક્વાર્ટરનું પરિણામ
સપ્ટેમ્બર (Q2FY24)ના સમાપ્ત ક્વાર્ટર માટે કંપનીએ મજબૂત પ્રદર્શન કર્યું. કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ગત વર્ષના સમાન ગાળામાં ₹123.9 કરોડથી વધીને 374% YoY વધીને ₹587 કરોડ થયો હતો. Q2FY24 માં ઓપરેટિંગ આવક વાર્ષિક ધોરણે 6.71% વધીને ₹6,217 કરોડ થઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news