જાણો દુનિયાના ધનિકોનો આગામી પ્લાન, શરૂ કરવાના આ નવા 'ધંધા'

આદિત્ય બિરલા ગ્રુપની ફૂડ એન્ડ ગ્રોસરી સુપરમાર્કેટ ચેન મોરને 4,500-5,000 કરોડ રૂપિયાની એંટરપ્રાઇઝ વેલ્યૂ પર ખરીદવા માટે અમેઝોને ઓફર કરી છે.

જાણો દુનિયાના ધનિકોનો આગામી પ્લાન, શરૂ કરવાના આ નવા 'ધંધા'

નવી દિલ્હી: દુનિયાના ધનવાનો કેવી રીતે આ દરજ્જો પ્રાપ્ત કર્યો એ તો બધા જાણે છે, પરંતુ આગળ કેવી વધવાના છે, કયા ધંધામાં હાથ નાખવાના છે અને પોતાની કમાણી કેવી રીતે વધારવાના છે, આ અમીરોથી સારી રીતે કોણ જાણે છે. હવે સમાચાર છે કે દુનિયાના ધનવાનોની નજર ઇંડીયન ઇ-કોમર્સ ઇંડસ્ટ્રી પર છે. તે આ બિઝનેસમાં પોતાનો દબદબો બનાવવા માંગે છે. એટલા માટે વિદેશી કંપનીઓ પણ અહીં હાથ નાખી રહી છે. જોકે ભારત સરકાર ઇચ્છે છે કે આ સેગમેંટમાં કોઇ ભારતીય કંપનીને જ ટોપ પોઝિશન પર રાખવામાં આવે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘણી વિદેશી કંપનીઓ ભારતીય ઋટેલ ચેઇન માર્કેટમાં હાથ નાખી શકે છે.  

શરૂ થશે પાર્ટનરશિપનો દૌર
ઇ-કોમર્સ માર્કેટમાં પાર્ટંરશિપનો દોર શરૂ થવાનો છે. થોડા સમય પહેલાં જ અમેરિકન કંપની વોલમાર્ટે 77 ટકા ભાગીદારી ખરીદી છે. તો બીજી તરફ હવે સમાચાર છે કે આદિત્ય બિરલા ગ્રુપની ફૂડ એન્ડ ગ્રોસરી સુપરમાર્કેટ ચેન મોરને 4,500-5,000 કરોડ રૂપિયાની એંટરપ્રાઇઝ વેલ્યૂ પર ખરીદવા માટે અમેઝોને રૂચિ દાખવી છે. અમેઝોને મોર ખરીદવા માટે ગોલ્ડમેન સેક્સ અને પ્રાઇવેટ ઇક્વિટી (પીઇ) ફંડ સમારા કેપિટલ સાથે વાતચીત કરી છે. આશા છે કે આ ડીલ જલદી થઇ શકે છે. 

દૂધ અને શાકભાજી વેચવાની શરૂઆત
ગ્રોસરી ઓનલાઇન શોપિંગની હાલમાં બોલબાલા છે. જોકે બિગ બાસ્કેટ, મોર જેવી સુપર ચેન શરૂ થયા બાદ ઘણી કંપનીઓએ આ બિઝનેસ તરફ પગ આગળ ધપાવ્યા છે. આ બિઝનેસનું સૌથી મોટું આકર્ષણ છે કે દરરોજ તમને દૂધ અને શાકભાજીની જરૂર હશે. પરંતુ વિદેશી કંપનીઓ પાસે સુપરમાર્કેટ ખોલવાના સીમિત અધિકાર છે. જોકે ભારતીય કાયદા મુજબ વિદેશી કંપનીઓ સીમિત સ્ટોર્સ ખોલી શકે છે. પરંતુ ભારતીય કંપનીઓ પાસે અધિકાર છે. એવામાં ભારતીય કંપનીમાં ભાગીદારી કરીને મોટો ફાયદો મળી શકે છે. તેના લીધે જેફ બેસોઝે આદિત્ય બિરલા ગ્રુપ સાથે વાતચીત કરી છે.
jeff bezos, amazon, Jack Ma, Mukesh Ambani, Superchain, retail chain, More

મોર ખરીદી શકે છે અમેઝોન
સૂત્રોનું માનીએ તો આદિત્ય બિરલા ગ્રુપની ફૂડ એન્ડ ગ્રોસરી સુપરમાર્કેટ ચેન મોરને 4,500-5,000 કરોડ રૂપિયાની એંટરપ્રાઇઝ વેલ્યૂ પર ખરીદવા માટે અમેઝોને ઓફર કરી છે. તેના માટે અમેઝોને મોરમાં શેર હોલ્ડીંગ ખરીદવા માટે ગોલ્ડમેન સેક્સ અને પ્રાઇવેટ ઇક્વિટી (પીઇ) ફંડ સમારા કેપિટલ સાથે વાતચીત કરી છે. 

અલીબાબા અને રિલાયન્સ રિટેલમાં વાતચીત
બીજી તરફ ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબાના કો-ફાઉંડર જેક મા પણ ભારતીય ઇ-કોમર્સ ઇંડસ્ટ્રીમાં પગ મુકવા માંગે છે. જોકે તે પહેલાંથી જ પેટીએમ અને બિગ બાસ્કેટમાં ભાગ ખરીદી ચૂક્યા છે. પરંતુ હવે તે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પાર્ટનર બનવાની તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઇમાં જૈક મા અને મુકેશ અંબાણીની મુલાકાત થઇ હતી. આ મીટિંગમાં અલીબાબાએ રિટેલમાં 5 થી 6 અરબ ડોલરમાં 50 ટકા ભાગીદારી ખરીદવા ઇચ્છા વ્યક્ત કરી છે. રિલાયન્સ રિટેલની પાસે ગ્રોસરી સ્ટોર, ઇલેક્ટ્રિક સ્ટોર, અપૈરલ જેવી ઘણી ચેન છે. 

બેજોસને ટક્કર આપશે અંબાણી અને મા
મુકેશ અંબાણી અને જેક મા વચ્ચે જો કરાર થાય છે તો તે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસને આકરી ટક્કર આપશે. જોકે અલીબાબાની પાસે પેટીએમ, બિગ બાસ્કેટમાં પહેલાંથી જ ભાગીદારી છે. હવે અલીબાબા જો રિલાયન્સ રિટેલમાં ભાગીદારી ખરીદે છે તો આ મોટું પ્લેટફોર્મ હશે. 

બેજોસ અને બિયાણી પણ રેસમાં
અમેઝોન ચીફ બેઝોસ અને ફ્યૂચર ગ્રુપના કિશોર બિયાણી વચ્ચે વાતચીત ચાલી રહી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જેફ બેજોસની અમેઝોને કિશોર બિયાણીના ફ્યૂચર રિટેલમાં ભાગીદારી ખરીદવાની પહેલ કરી છે. કિશોર બિયાણીએ તાજેતરમાં જ એલાન કર્યું હતું કે તે લગભગ 10 ટકા ભાગીદારી એક વિદેશી રોકાણકારને વેચી શકે છે. અમેઝોને તે પહેલાં ફ્લિપકાર્ટને પણ ઓફર કરી હતી. જોકે તે ડીલ વોલમાર્ટ સાથે થઇ ચૂકી છે. 

બિયાણીની યાદીમાં અલીબાબા
બીજી તરફ અલીબાબાએ પણ થોડા સમય પહેલાં ફ્યૂચર ગ્રુપ સાથે વાત કરી હતી. જોકે તે વાતચીત અધૂરી જ રહી. કારણ કે તે સમયે કિશોર બિયાણી ભાગીદારી બેચવાના સમર્થનમાં ન હતા. એટલા માટે ભવિષ્યમાં ફ્યૂચર ગ્રુપની ચેન બિગ બજારમાં જે શાકભાજી-દૂધ મળશે, તેમાં અમેઝોનનું રોકાણ હશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news