રેકોર્ડ હાઈ રેટથી અધધધ...સસ્તું થયું સોનું, આજે ભાવ ગગડીને આટલા થઈ ગયા

ભારતીય શરાફા બજારમાં સોનાના ભાવમાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. હાલ તમે જો સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારી પાસે ઉત્તમ તક છે. સોનાના ઓલ ટાઈમ હાઈ રેટથી ઘણા ઓછા પૈસા સોનું ખરીદવાની તમને તક છે. જો તમે આજના સોનાનાભાવની ઓલ ટાઈમ હાઈ રેટ સાથે સરખામણી કરો તો 24 કેરેટ પ્યોરિટીવાળું સોનું હજું પણ લગભગ 10 ગ્રામે 4 હજાર રૂપિયાથી વધુ સસ્તું મળી રહ્યું છે. 
રેકોર્ડ હાઈ રેટથી અધધધ...સસ્તું થયું સોનું, આજે ભાવ ગગડીને આટલા થઈ ગયા

નવી દિલ્હી: ભારતીય શરાફા બજારમાં સોનાના ભાવમાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. હાલ તમે જો સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારી પાસે ઉત્તમ તક છે. સોનાના ઓલ ટાઈમ હાઈ રેટથી ઘણા ઓછા પૈસા સોનું ખરીદવાની તમને તક છે. જો તમે આજના સોનાનાભાવની ઓલ ટાઈમ હાઈ રેટ સાથે સરખામણી કરો તો 24 કેરેટ પ્યોરિટીવાળું સોનું હજું પણ લગભગ 10 ગ્રામે 4 હજાર રૂપિયાથી વધુ સસ્તું મળી રહ્યું છે. 

આ છે સોનાના  ભાવ
ibjarates.com વેબસાઈટ પર જણાવ્યાં મુજબ 999 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 50770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 995 પ્યોરિટીવાળું સોનું 50567, 916 પ્યોરિટીવાળું સોનું 46,322, 750 પ્યોરિટીવાળું સોનું 37,928, 585 પ્યોરિટીવાળું સોનું 29,583 ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીનો ભાવ 56,046 રૂપિયા છે. ગઈ કાલે 24 કેરેટ સોનાનો ભાવ 50877 રૂપિયા હતો અને 22 કેરેટ સોનાનો ભાવ 46603 રૂપિયા હતો. 

રેકોર્ડ હાઈ રેટથી આટલું સસ્તું મળી રહ્યું છે સોનું
અત્રે જણાવવાનું કે જો સોનાના રેકોર્ડ હાઈ લેવલ સાથે સરખામણી કરીએ  તો આજે સોનું ખરીદવામાં ઉત્તમ તક છે. અઠવાડિયાના બીજા દિવસે એટલે કે મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ શુદ્ધ સોનું આજે ઓછા ભાવે મળી રહ્યું છે. વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ પર પહોંચી ગયું હતું. ઓગસ્ટ 2020માં સોનું ઓલટાઈમ હાઈ રેટ 55,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચ્યું હતું. આજના ભાવ સાથે સરખામણી કરીએ તો તેના ઓલ ટાઈમ હાઈ રેટથી 4700 રૂપિયા જેટલું સસ્તું વેચાઈ રહ્યું છે. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news